ઊનાના સંજવાપુર ગામે નાની બાળાઓ દ્વારા દિપ પ્રગટાવીને ધાર્મિક આસ્થા સાથે અને એકતા તેમજ સ્વચ્છતાની ભાવના સાથે સંજવાપુર કોળી સમાજ આયોજિત ત્રીજા સમુહ લગ્નનુ આયોજન કરાયું તેમ સંજવાપુર ગામે 13 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં
ઊના ના સંજવાપુર ગામે આવેલા વચ્છરાજ ગૌશાળા માં સમસ્ત કોળી સમાજ સંજવાપુર દ્વારા ત્રીજા સમૂહ લગ્ન યોજવામાં આવ્યો જેમાં ધારાસભ્ય શ્રી કે.સી.રાઠોડના પ્રતિનિધિ શ્રી વિજયભાઈ કે.રાઠોડ, તેમજ અગ્રણી આગેવાનો ની ઉપસ્થિતિમાં ભવ્યતી ભવ્ય રીતે સમૂહ લગ્ન યોજાયેલ હતો જેમાં પરમ પૂજય મહંત શ્રી અમરગીરી બાપુ ભુતડાદાદા આશ્રમના આશીર્વચન સાથે સંજવાપુર ગામ સમસ્ત કોળી સમાજ આયોજીત તૃતીય સમુહલગ્નમાં તમામ દિકરી ઓને ચાંદીનો તુલસીનો ક્યારો અને કવર મા રોકડ રકમ આપવામાં આવી હતી જેમાં સંજવાપુર ગામની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી 13 જાનનું પ્રયાણ થયુ હતુ અને 13 દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં અને સમૂહમાં જોડનાર વર કન્યા ના માતા પિતા ને શુભેચ્છાઓ પાઠવી હતી સંજવાપુર કોળી સમાજના કાર્યકર્તાઓ, સ્વયંસેવકો ગામના આગેવાનો, વડીલો, બહેનો તેમજ સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનોમાં ધારાસભ્ય શ્રી ના પ્રતિનિધિ શ્રી વિજયભાઈ.કે.રાઠોડ, શ્રી વિજયભાઈ બાંભણીયા દેલવાડા, શ્રી ડી.કે.વાજા સામાજિક કાર્યકર ઊના, રાજુભાઇ વંશ ફોરેસ્ટ ઓફિસર, તેમજ અનેક ગામોના સરપંચ શ્રી ઓ , સંજવાપુર ગામના સરકારી કર્મચારીઓ હાજર રહી ને સમુહલગ્નનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના