વડાલી પોલીસે કેસરપુરા ગામનાખેતરમાંથી ગાંજાના છોડ 68 નંગ સાથે આરોપીને ઝડપી પાડ્યો
વડાલી પોલીસે કેસરપુરા ગામની સીમમાં ખેતરમાંથી ગાંજાના છોડ નંગ 68 વજન 40.200 કિ.ગ્રા. કિંમત 20,10,100 તેમજ મોબાઇલ ફોન એક મળી કુલ કિંમત 20,13,200 મુદ્દામાં સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી
સાબરકાંઠા જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે અને નાર્કોટિક પદાર્થનું વેચાણ અટકાવવા “SAY NOT TI DRUGS” મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠાના સૂત્રને સાર્થક કરવા તથા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને આ બદી નેસ્ત નાબૂદ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ ઈડર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા
તારીખ 16/ 04/ 2026 ના રોજ સર્વેલન્સ સ્ટાફ્ના માણસોની સતત તપાસમાં રહેલ તે દરમિયાન અ.હે.કોન્સ. હિરણસિંહ જગતસિંહ વડાલી પોલીસ સ્ટેશનને બાદની મળી કે કેસરપુરા ગામની સીમમાં રહેતા મનજીભાઈ રામજીભાઈ ડુંડ પોતાના ખેતરમાં વનસ્પતિજન્ય ગાંજાના લીલા છોડ નું વાવેતર કરેલ છે જે આધારે પંચો સાથે રાખી પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી વાતની વાળી જગ્યાએ જતા આરોપી મનજીભાઈ રામજીભાઈ ડુંડ ઉંમર. 47 રહે. કેસરપુરા તાલુકો. વડાલી જિલ્લો. સાબરકાંઠા પોતાના ઘર આગળ બેસેલ હોય તેને સાથે રાખી તેના ખેતરમાં જઈ તપાસ કરતાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટ વનસ્પતિ જન્ય ગાંજાના કુલ 68 છોડનું વાવેતર કરેલ હતું જે ગાંજાના છોડ વજન કુલ 40.200 કિલો ગ્રામ હતું જેની કુલ કિંમત રૂપિયા 20 લાખ 10 હજાર તથા આરોપીનો એક એન્ડ્રોઈડ મોબાઈલ ની કિંમત રૂપિયા 3000 મળી કુલ કિંમત 20,13,000/- ના મુદ્દા માલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
વડાલી પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 