વડાલી પોલીસે ગાંજાના આરોપી ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
વડાલી પોલીસે ગાંજો 0 .925 kg કિંમત 46,250 તેમજ મોબાઇલ ફોન નંગ 1 ફુલ 48000 ના મુદ્દા માલ સાથે આરોપીને પકડી પડ્યો
વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.આર પઢેરિયા તેમજ પીએસઆઇ કે એલ જાડેજા સાહેબ તેમજ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા
જે આધારે તારીખ 15/04/ 2026 ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો તપાસમાં હતા તે દરમિયાન પો.કો. નરેશકુમાર મોતીભાઈ ને બાતમી મળી કે હઠોજ ગામનો ઈશ્વરજી સરદારજી ઠાકોર ઉંમર વર્ષ. 55 જે પોતાના ભોગવટાની દુકાનની છત ઉપર એક પ્લાસ્ટિકની પોલીથીન ની અંદર ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખીને વેચાણ કરે છે જે બાતમીના આધારે પંચો સાથે રાખી સ્થળ પર જતા આરોપી ઈશ્વરજી સરદારજી ઠાકોર ઉમર વર્ષ. 55 રહે. હઠોજ વડાલી જીલ્લો સાબરકાંઠા ની પોતાની દુકાનની છત ઉપરથી એક પ્લાસ્ટિકની પોલીથીન થેલી ની અંદર માદક પદાર્થ ગાંજો= ૦.925 kg કિંમત ₹46,250 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત 2000 મળીને કુલ કિંમત 48,250 ના મુદ્દા માલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
આમ વડાલી પોલીસ દ્વારા એન ડી પી એસ એક હેઠળ ગુન્હો શોધી કાઢીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી
બ્યુરો રિપોર્ટ …. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


