*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*થરાદ ધાનેરા હાઇવે એકટીવા પર દારૂની ખેપ મારતો બુટલેગર ઝડપાયો.*
*એક્ટિવામાંથી ૩૭ બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો.*
થરાદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે થરાદ-ધાનેરા હાઈવે પર આવેલી રાયડા મિલ પાસેથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને પકડી પાડયો છે. પોલીસે આરોપી દશરથ વજીર ની ધરપકડ કરી તેની પાસેથી કાળા કલરના એક્ટિવાની ડિકી અને કપડાંની થેલીમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૩૭ બોટલ જપ્ત કરી છે. પોલીસની તપાસમાં જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.૪,૦૨૩ હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક્ટિવા સહિત કુલ રૂ.૫૪,૦૨૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટના બાદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. થરાદ પોલીસની આ સફળ કામગીરીથી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસની સતર્કતાથી દારૂની હેરાફેરીના આ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.





Total Users : 147141
Views Today : 