>
Saturday, May 17, 2025

રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના મતદારોને તા.૧૬ ફેબ્રુઆરીના મતદાન કરવા અપીલ કરતા પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી

*રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના મતદારોને તા.૧૬ ફેબ્રુઆરીના મતદાન કરવા અપીલ કરતા પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી*

———-

*રાણાવાવ નગરપાલિકામાં ૭ વોર્ડ ૪૧ મતદાન મથકો

અને કુતિયાણા નગરપાલિકામાં ૬ વોર્ડમાં ૧૮ મતદાન મથકો પર કુલ ૪૮૯૩૨ મતદારો*

———

પોરબંદર, તા.૧૪: પોરબંદર જિલ્લા કલેકટર શ્રી એસ ડી ધાનાણીએ આગામી તા.૧૬- ૦૨- ૨૦૨૫ ના રોજ યોજનાર રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી વ્યવસ્થાઓની માહિતી આપતા જણાવ્યું હતું. કે,

 

રાણાવાવ નગરપાલિકામાં ૭ વોર્ડમાં કુલ ૩૪૯૭૦ મતદારો છે અને ૪૧ મતદાન મથકો આવેલા છે તેમજ કુતિયાણા નગરપાલિકામાં ૬ વોર્ડમાં કુલ ૧૩૯૬૨ મતદારો છે અને ૧૮ મતદાન મથકો આવેલા છે.અને નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે યોજાય તે માટે ૩૩૦ મતદાન સ્ટાફ અને ૧૯૩ જેટલા પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.

 

રાણાવાવ નગરપાલિકા રીસીવીંગ,ડિસ્પેચીગ અને કાઉન્ટીંગ સેન્ટર સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે કરવામાં આવશે

 

વધુમાં તેમણે વહીવટી તંત્ર દ્વારા રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના મતદારો કોઈ લોભ અને લાલચમાં આવ્યા વિના નિર્ભિક રીતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ બે નગરપાલિકાના મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રક્રિયાને વધૂ મજબૂત બનાવવા માટે કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.

 

રણાવાવ અને કુતિયાણા નગરપાલીકાની ચૂંટણીઓમાં મતદાર કુલ ૪ મત નાખી શકે છે જેથી મતદારને પસંદ હોય તેવા ચાર ઉમેદવારોને મત આપવો    રિપોર્ટર = અલ્કાબેન પંડ્યા મોડાસા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores