>
Sunday, July 20, 2025

પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રની રેડ

પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રની રેડ

 

ગેરકાયદેસર ખનન બાબતે રૂ. ૫૫.૪૭ કરોડનો દંડ વસૂલવા નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરાઈ

કલેક્ટર જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડિનાર તાલુકાના અરિઠિયા ગામના સર્વે નં ૪૫ પૈકી વાળી સરકારી જમીનમાં ૦૦.૯૦.૦૦ હેક્ટર વિસ્તારમાં બ્લેક્ટ્રેપ ખનીજની મારુતી સ્ટોન ક્રશર c/o રાજુભાઈ હમીરભાઈ સોલંકી અને ધનશ્યામભાઈ દીપસિંહ સોલંકી નામની ક્વોરી લીઝની આજે ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી.આ લીઝનો ઇકો સેન્સિટીવ ઝોન (ESZ) માં સમાવેશ થતો હોઈ, સદર લીઝનું ઓનલાઈન એકાઉન્ટ વર્ષ ૨૦૧૭ થી લોક કરવામાં આવેલ છે. છતાં, પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ કરવામાં આવતી હોઈ તપાસ અન્વયે સવાલવાળા વિસ્તારમાંથી ૧,૨૨,૩૯૩ મે.ટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે. આ લીઝમાં થયેલ ગેરકાયદેસર ખનન બાબતે કુલ રૂ. ૫૫,૪૭,૯૪,૯૮૪ જેટલી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores