કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા શ્રી આનંદ પટેલ
આરોગ્ય અને શિક્ષણક્ષેત્રને પ્રાથમિકતા આપીને કચ્છની અવિરત વિકાસયાત્રામાં સહભાગી બનીશું : નવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ
આજરોજ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી તરીકે શ્રી આનંદ પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. કચ્છ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ એ ૨૦૧૦ ની બેચના આઈ.એ.એસ અધિકારી છે. શ્રી આનંદ પટેલે આ નિયુક્તિ પૂર્વે મદદનીશ કલેક્ટરશ્રી ભુજ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા કલેક્ટરશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરશ્રી અને નાણાં વિભાગના અધિક સચિવશ્રી વગેરે જગ્યાઓએ ફરજ બજાવી છે.
કચ્છને પ્રકૃતિ અને સંસ્કૃતિથી સમૃદ્ધ જિલ્લો ગણાવીને નવનિયુક્ત કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાની પ્રગતિશીલ માનસિકતાના લીધે ઉદ્યોગ, કૃષિ સહિતના ક્ષેત્રનો વિકાસ થયો છે. જિલ્લાના વિકાસની અવિરત પ્રક્રિયામાં સહભાગી બનવા માટેના તમામ પ્રયાસો ટીમ કચ્છના સહયોગથી કરીશું એવો વિશ્વાસ નવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે વ્યક્ત કર્યો હતો.
બ્યુરો રીપોર્ટ. વિશાલ ચૌહાણ . કચ્છ
મો ન 9998340891





Total Users : 146144
Views Today : 