વેરાવળ ભાવનગર નૅશનલ હાઈવે પર લોકો થઈ રહ્યા છે હેરાન,નેશનલ હાઈવેના વર્ષો પછી પણ સર્વિસ રોડ બન્યો નથી
વેરાવળ-ભાવનગર પર ના ઊના થી વરસિંગપુર ગામ તેમજ અન્ય 4-5 ગામની જોડતા નેશનલ હાઈવેઇ પર સર્વિસ રોડની અનુકૂલતા ના હોવાથી લોકોને દિનપ્રતિદિન મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મુખ્ય હાઈવે પર સીધો ટ્રાફિક વધુ ઝડપથી ચાલતો હોય છે, અને સર્વિસ રોડના અભાવને કારણે સ્થાનિક વાહનચાલકો અને પદયાત્રીઓને રીસ્ક લઈને હાઈવે ક્રોસ કરવું પડે છે.સુરક્ષાના અભાવે અકસ્માતોની શક્યતા વધી જાય છે.નજીકના ગામ અથવા શહેરમાં જતા વાહનચાલકો માટે યુ-ટર્નની લિમિટેડ સુવિધાઓ.વેપારીઓ અને ધંધાર્થીઓ માટે મુશ્કેલી, કારણ કે હાઈવે પર સીધો પ્રવેશ મુશ્કેલ બને છે
.રાહદારીઓ માટે ક્રોસિંગના લોભમાં જીવના જોખમ સાથે હાઈવે પાર કરવું પડે છે. લોકો પોતાના વાહન ડીવેન્ડર ક્રોસ કરી લઈ જવા મજબૂર બન્યા છે સર્વિસ રોડ બન્યોનો હોવાને કારણે લોકો ને રોંગ સાઇડ પર પોતાનું વાહન ચલાવવું પડે છે જેમાં અકસ્માતનો ભય રહે છે નેશનલ હાઈવે ઓથોરિટી લોકો ને સર્વિસ રોડ ની સુવિધા આપશે કે પરિસ્થિતિ જેસે થે ની જ રહશે તે જોવાનું રહ્યું
બ્યુરો રિપોર્ટ ગીર સોમનાથ
ધર્મેશ ચાવડા







Total Users : 146150
Views Today : 