*બનાસકાંઠા જીલ્લા શિક્ષણઅધિકારી સહિત છ ઈસમોએ શિક્ષકને મરવા મજબૂર કરાતાં આત્મહત્યા નો ગુન્હો દાખલ કરાયો*
બનાવવાની વિગતો અનુસાર વાવ તાલુકાના તીર્થ ગામના વતની અને થરાદ ખાતે ભીમરાવનગરમાં રહેતા ભરતભાઈ પરમાર નાઓને ડમિ વિધાર્થી કાંડમાં સડોવવા અને આત્મહત્યા કરવા મજબૂર કરનાર બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત છ ઇસમો સામે થરાદ પોલિસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં
(1) લાલજીભાઈ ઘુડાભાઇ પટેલ
ગામ ખોરડા, તા. થરાદ,
જી. બનાસકાંઠા
(2) ગણપતભાઇ ઓખાભાઇ જોષી
ગામ મોરીખા તાલોકો વાવ.
જી. બનાસકાંઠા મૂળ રહે. માડકા હાલ રહે, મોરીખા
(3) અંકિતાબેન મહેતા
ગામ પથામડા
તા. થરાદ
જી. બનાસકાઠા
શિક્ષક પઠામડા સરકારી માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી
(4) અંકિતાબેન મહેતાના પતિ
ગામ પથામડા
તા. થરાદ, જી. બનાસકાંઠા
(5) ગણેશભાઇ ધનાભાઇ પટેલ
ગામ. ખોરડા તા. થરાદ
(6) હિતેશભાઈ પટેલ
ગામ. પાલનપુર,
તા. પાલનપુર
જી. બનાસકાંઠા
જીલ્લા શિક્ષણાધિકારી શ્રી બનાસકાંઠા વાળાઓ વિરુદ્ધ મૃતક ના પિતાએ ફરિયાદ નોંધવતા જણાવ્યું હતું કે
આ કામના તહોદાર નં. ૦૧ તથા ૦૨ નાઓએ મળી ધોરણ ૧૨ એચ.એસ.સી પરીક્ષાનું એકસ્ટર્નલ ફોર્મ તહોદાર નં 03 નાઓ સાથે મળી ષડયંત્ર કરી પરીક્ષા કોર્મ ભરી પરીક્ષામાં ડમી તરીકે બેસી તથા તહોદાર નં.03 નાઓના પતિ પણ અવારનવાર ફોન કરી ધમકીઓ આપી તહો. નં.૧ થી ૦૫ નાઓએ ફરીયાદીના પુત્ર અનુસૂચિત જાતિના હોવાથી શાળાના આચાર્ય અંકિતાબેન તથા તેમના પતિ તથા શાળાના સ્ટાફ ગણેશભાઈ ધનાભાઈનાઓને ગમતુ ન હતુ જેથી તેઓ ફરીયાદીના પુત્રને જાતિ પ્રત્યે તોછડાઇ ભર્યું વર્તન કરી વારંવાર ઉતારી પાડી તથા ફરી ના પુત્ર ભરતભાઈને યેન કેન પ્રકારે નોકરીમાંથી કઢાવવા માટે ષડયંત્ર કરી તથા ડમી વિદ્યાર્થી પકડાઇ ગયેલ તે બાદ જીલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઈ પટેલનાઓએ પુછપરછ કરવા બોલાવી ધમકીઓ આપી તહોદારોએ એકબીજાએ મદદગારી કરી ફરી ના પુત્રને આત્મહત્યા કરવા મજબુર કરતાં ફરીયાદીનો પુત્ર નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી હતી અને વિગતવાર વધુ માહિતી મુજબ આત્મ હત્યા કરનાર મારો પુત્ર ભરતભાઇ જે છેલ્લા ચાર વર્ષથી પઠામડા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને અમો અનુસુચિત જાતિના હોવાથી શાળાના આચાર્ય અંકિતાબેન તથા તેમના પતિ તથા શાળાના સ્ટાફ ગણેશભાઇ ધનાભાઈનાઓને ગમતું ન હતું જેથી તેઓ મારા પુત્ર ભરતભાઈને યેન કેન પ્રકારે નોકરીમાંથી કઢાવવા માટે ષડયંત્ર કરતા હતા જેથી મારો પુત્ર ભરતભાઈ છેલ્લા એક વર્ષથી માનસિક તણાવમાં રહેતો હતો. જેથી અમોએ તેમને પુછતાં તેણે કહેલ કે શાળાના આચાર્ય અંકિતાબેન તથા અંકિતાબેનના પતિ અવારનવાર અમારી શાળામાં આવી તેમજ શાળાના સ્ટાફના વ્યકિત ગણેશભાઇ ધનાભાઇ પટેલ નાઓ મને મારી જાતિ પ્રત્યે તોછડાઇભર્યું વર્તન કરી વારંવાર ઉતારી પાડતા હતા
આ વર્ષમાં ધોરણ ૧૨ (એચ.એસ.સી) ની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થયા ત્યારે આચાર્ય તરીકે અંકિતાબેન ફરજ બજાવતા હતા અને લાલજીભાઇ ધુડાભાઇ પટેલ રહે.ખોરડા તા.થરાદવાળાએ એચ.એસ.સી. પરીક્ષાનું એકસટર્નલ વિદ્યાર્થી તરીકેનું ફોર્મ ભરેલ હતું અને તે ફોર્મમાં ગણપતભાઇ ઓખાભાઈ જોષીનાઓનો ફોટો પરીક્ષા ફોર્મમાં અંકિતાબેને તેમના પાસવર્ડ અને યુઝર આઇ.ડી થી અપલોડ કરેલ હતો. આ બાબતમાં મારા પુત્ર ભરતભાઈની સંડોવણી થાય તેવા બદઇરાદાથી અંકિતાબેને રજા ઉપર જઈને ચાર્જ મારા પુત્રને સોપેલ હતો જે દિવસે વિદ્યાર્થીના ફોર્મ અપલોડ કર્યા હતા તે દિવસે અંકિતાબેન જાણી જોઈને રજા ઉપર ઉતરી ગયા હતા અને તેઓએ અગાઉથી કરેલ ગોઠવણ મુજબ ગણેશભાઇ ધનાભાઇ પટેલ સાથે મળીને તેમના યુઝર આઇ.ડી અને પાસવર્ડથી ફોર્મ એપ્રુવ ગણેશભાઇ દ્વારા કરવામાં આવ્યા હતા અને તે દિવસે ભરતભાઈનું નામ આવે તેવું કાવતરુ કરવામાં આવેલ હતુ આ કામગીરી કોઇ સ્ટાફના ઘરેથી તેમના અંગત કોમ્પ્યુટરમાંથી કરેલ હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષાની રીસિપ્ટ ભરતભાઈ દ્રારા અપાવીને સંડોવણી કરવામાં આવેલ હતી ડમી કાંડનો વિધાર્થી ગણપતભાઇ ઓખાભાઈ જોષી મૂળ રહે. માડકા હાલ રહે. મોરીખાવાળો પકડાતાં આ બાબતની તપાસ માટે જીલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઈ પટેલ દ્વારા ભરતભાઈને તા.૧૧/૦૩/૨૦૨૫ તથા ૧૨.૦૩/૨૦૨૫ ના રોજ પાલનપુર ખાતે તેમની કચેરીએ બોલાવીને ચારથી પાંચ કલાક સતત પુછપરછ કરતાં જે સાચી હકીકત હતી તે ભરતભાઇએ જણાવેલ હતી પરંતુ તે હકીકત ડી.ઇ.ઓ શ્રીને ગમેલ નહી અને તેઓએ ધમકાવીને કહેલ કે “તમે અંકિતાબેન તથા તેમના પતિ અને ગણેશભાઈ ધનાભાઈ નુ નામ ના આપો અને ગુનો તમે કબુલ કરી લો જો તમે ગુનો કબુલ નહી કરો તો તમોને પઠામડા શાળામાં નોકરી કરો તેવા રહેવા નહી દઉં અને સસ્પેન્ડ કરી દઇશ અને
તમને કોઇ કાળે છોડીશ નહી”
વધુમાં કે જયારે સવારે પાલનપુર જવાનું હતું તે પહેલાં અંકિતબેનના ફોન પરથી અંકિતાબેનના પતિએ ધમકી આપી ગુનો કબુલ કરી લેજે તેવુ કહી ખૂબ ધમકાવેલ હતો તેવું અમને ઘરે આવીને મારા પુત્ર ભરતભાઈએ કહેલ હતુ ત્યારે મે ભરતભાઇને સાંત્વના આપતાં કહેલ કે બેટા તું નિર્દોષ છે તને કશું થશે નહી પરંતુ મારો પુત્ર ખૂબ જ તણાવમાં બેચેન અને દુ:ખી હતો.
આમ આવી રીતે માનસિક ત્રાસ આપતા મારા પુત્ર ભરતભાઈથી સહન થયેલ નહી અને તા.૧૩/03/૨૦૨૫ ના સવારે ફોનમાં “હુ નિર્દોષ છુ મારી વિરુધ્ધ ગણેશભાઇ, લાલજીભાઈ, અને ગણપતભાઇ દ્વારા ષડયંત્ર કરવામાં આવેલ છે. આવુ વોટસઅપ સ્ટેટસ મુકેલ અને હું સવારમાં ઉઠેલ ત્યારે મારા પુત્રને પથારીમાં જોયેલ નહી જેથી મે આજુબાજુ શોધખોળ કરેલ હતી પરંતુ મારો પુત્ર મળી આવેલ નહી અને મારો પગ ભાગેલ હોય જેથી મારા પુત્ર કિશનભાઇ મારફત આ બાબતની ગુમ જાણવાજોગ પોલીસ સ્ટેશનમાં અપાવેલ હતી અને શોધખોળ કરતા હતા અને આજરોજ તા.૧૪:૦૩ ૨૦૨૫ ના રોજ બપોરના દૌઢ વાગ્યા આસપાસ નર્મદા મુખ્ય કેનાલ ઢીમા અને ચુડમેર પુલ વચ્ચે કેનાલમાંથી મળી આવેલ હતી તેને બહાર કાઢી સરકારી હોસ્પિટલ થરાદ ખાતે પીએમ કરાવવા સારૂ પીએમ રૂમમાં રાખેલ હતી અને અમી ઘરે જઇ તેઓની પડેલ બેગ તપાસ કરતાં તેમાંથી અમને એક ચીઠી મળી આવેલ તેમાં વાંચતા એવું લખેલ છે કે “મારું નિવેદન હુ ભરતભાઇ ડી પરમાર મારા છેલ્લા શબ્દોમાં કહેવા માગુ છું કે અત્યારે જે પણ આ ઘટના બની રહી છે તેમાં હું સંપૂર્ણ નિર્દોષ છુ પૂર્વ આચાર્ય અંકિતા બહેન મહેતાના કાર્યકાળમાં એચ.એસ.સી બોર્ડના રેગયુલર અને એકાસ્ટર્નલ ફોર્મ ભરવામાં આવ્યાં હોલ ટીકીટ આપ્યા બાદ પટેલ લાલજીભાઈ ઘુડાભાઈની હોલ ટીકટ સિવાયની દરેક હોલટીકીટ મેં મારા હસ્તે બધાને આપેલ અને પટેલ લાલજીભાઈની જમા કરેલ હતી પરંતુ મારી જાણ બહાર કોઇકે તે હોલ ટીકીટ સોપી દીધેલ. જેની કોઇ સહી પણ લીધેલ નથી. આમ મારા દીકરાએ આ લોકોના ત્રાસથી કંટાળી જઇ આત્મહત્યા કરવા મજબુર કરતાં તેણે નર્મદા કેનાલના પાણીમાં પડી આત્મહત્યા કરેલ છે તો આ તમામ લોકો તેમજ તે સિવાય પણ ઘણા બધા લોકોની સંડોવણી છે જ તો આ ષડયંત્રમાં સામેલ હોય તેવા તમામ વિરુધ્ધ
ધોરણસર તપાસ થવા મારી ફરીયાદ છે તે પ્રકારની ફરિયાદ થરાદ પોલિસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
તસવીર : હમીરભાઇ રાજપુત થરાદ…





Total Users : 147141
Views Today : 