>
Saturday, May 17, 2025

ઉના પો.સ્ટે વિસ્તારના અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ

ઉના પો.સ્ટે વિસ્તારના અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ

 

આજરોજ ઉના શહેર વિસ્તારમાં ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી દ્રારા અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરાવડાવેલ જે અન્વયે ઉના પો.સ્ટે.માં આવા ૨૮ જેટલા ઇસમોની યાદી હોય જે અન્વયે.આજરોજ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા સાહેબ સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબની સુચના અનવ્યે.આજ રોજ તા-૨૦/૦૩/૨૦૨૫ ના રોજ ઉના વિભાગના નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એફ ચૌધરી સાહેબનાઓની રાહબરી જે અનુસંધાને એલ.સી.બી શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ એ.બી જાડેજા સાહેબ તથા ઉના પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી એમ એન રાણા સાહેબ તથા ઉના પો.સ્ટે નો પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી સ્ટાફ તથા એસ.ઓ.જી સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ સ્ટાફ મળી કુલ ૧૦૦ પોલીસ દ્રારા ઉના શહેરમા વિસ્તારમા અલગ અલગ જગ્યાએ કોમ્બીંગ કરી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમોના રહેણાક મકાનોએ કોંમ્બીંગ કરી રહેણાકના દસ્તાવેજો તથા લાઇટ બીલો તથા નળ કનેકશન વિગેરની માહીતીઓ તપાસી ગે.કા મળી આવ્યે કાયદેશરની કાર્યવાહી કરવા તજવિજ કરવામા આવેલ છે.તેમજ ગેર કાયદેશર મળી આવેલ હથીયારો અંગે તેમના વિરૂધ્ધ નીચે વિગતે કેશો કરવામા આવેલછે.જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ૨ ગુન્હા દાખલ કરવામા આવેલ છે. એમ વી.એકટ કલમ ૨૦૭ મુજબ ૪ વાહનો ડીટેન કરવામા આવેલ છે.ઇલેકટ્રીક સીટી ની કલમ ૧૨૬ તથા ૧૩૫ મુજબ કુલ ૩ કેશો કરવામા આવેલ છે.

 

ન્યૂઝ ઓફ વડાલી

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores