>
Sunday, May 10, 2026

બનાસકાંઠામાં મહેસુલી કર્મચારીઓનો વિરોધ.  કર્મચારીઓએ માસ CL પર ઊતરી કલેકટર કચેરી સુધી રેલી કાઢી. 

બનાસકાંઠામાં મહેસુલી કર્મચારીઓનો વિરોધ.

કર્મચારીઓએ માસ CL પર ઊતરી કલેકટર કચેરી સુધી રેલી કાઢી.

બનાસકાંઠા જિલ્લાના 600 મહેસુલી કર્મચારીઓએ આજે પોતાની પડતર માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ બેનરો સાથે સૂત્રોચાર કરતા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. થોડા દિવસો પહેલા કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને પણ વિરોધ નોંધાયો હતો. સરકાર દ્વારા માગણીઓ ન સંતોષાતા કર્મચારીઓએ આ પગલું ભર્યું છે. કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં નાયબ મામલતદાર સંવર્ગની યાદી છેલ્લા આઠ વર્ષથી ન બનાવવી, જિલ્લા ફેર બદલીની પડતર અરજીઓનો નિકાલ કરવો અને કારકૂનથી નાયબ મામલતદારની પ્રમોશન પ્રક્રિયામાં મહત્તમ જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે રિપોર્ટ પરબત દેસાઈ પાલનપુર.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores