ભારતીય કિસાન સંઘ ભિલોડા તાલુકા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગનું સુંદર આયોજન કરાયું
અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘ ભિલોડા તાલુકાનો કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગનું બે દિવસીય સુંદર આયોજન શ્રીરામ કુમાર છાત્રાલય ભિલોડા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના મંત્રી કુ.કલ્પનાબેન પટેલ, પ્રદેશ પ્રતિનિધિ શ્રી જીવાભાઈ લટા,અરવલ્લી જિલ્લા પ્રમુખશ્રી અમૃતભાઈ પટેલ, જિલ્લા મંત્રીશ્રી દિલીપભાઈ પટેલ, જિલ્લા કોષાધ્યક્ષશ્રી પ્રેમજીભાઈ પટેલ, તાલુકા પ્રમુખશ્રી શામળભાઈ પટેલ, તાલુકા મંત્રીશ્રી લખાભાઈ તરાર, તાલુકા કારોબારી સભ્યશ્રીઓ, ગ્રામ સમિતિના સભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં તાલુકા ના જુદા જુદા ગામમાંથી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉદઘાટન સત્રમાં ઈષ્ટદેવ ભગવાન બલરામ અને ભારત માતા ના જયકાર સાથે દીપ પ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય કિસાન સંઘની રીતિ નીતિ,ભારતીય કિસાન સંઘની કાર્ય પધ્ધતિ, તથા ગ્રામ સમિતિએ કરવાના કાર્યો વિષે ના આ ચાર વિષય પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ભારતીય કિસાન સંઘને ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ મજબૂત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. અને ભારતીય કિસાન સંઘ માં નારી શક્તિ ને જાગૃત કરી આ કાર્યો માં આગળ લાવવા આહવાન કરવામાં આવ્યું હતું.ભારતીય કિસાન સંઘની સ્થાપનાથી આજ સુધીની કિસાન સંઘની પ્રવૃત્તિ વિશે સુંદર જાણકારી આપવામાં આવી હતી.
બે દિવસ ના સુંદર પ્રશિક્ષણ કાર્યક્રમ માં કિસાન ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા. કુ. કલ્પનાબેન એ ખેડૂત મિત્રો ને ભાર પૂર્વક જણાવ્યું કે આપણે સૌ સાથે મળીને પર્યાવરણ નું જતન કરીએ અને વૃક્ષ વાવી તેનું જતન કરીએ. પ્લાસ્ટિક મુક્ત ગામ. પાકૃતિક ખેતી કરવામાં અગ્રેસર બનીએ. પેસ્ટીસાઇડ દવાઓ ને તિલાંજલિ આપી ઓર્ગેનિક ખેતી તરફ વળીએ. અને પંચ પરિવર્તન વિષે સુંદર છણાવટ સાથે માહિતી પિરસી હતી. આજના પ્રશિક્ષણ નો અર્થ ત્યારે સાર્થક ગણાશે કે આ બધી માહિતી ને આપણે યથાયોગ્ય રીતે પાલન કરી અમલ કરીએ.
આજના કાર્યક્રમ માં આમંત્રિત મહેમાનો માં શ્રી હસમુખભાઈ પટેલ ( રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તાલુકા સંઘ ચાલકજી ) અને શ્રી જગદીશભાઈ પટેલ ( મહામંત્રી ભારતીય મજદૂર સંઘ ) ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ કિસાન સંઘ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકાના પૂર્વ મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં બે દિવસ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહી સફળતા પ્રાપ્ત કરવા માટે સૌનો આભાર માન્યો હતો.
તસવીર અહેવાલ ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891