અમરેલી જિલ્લાનું એક માત્ર બાબરકોટ ગામ જે વિવિધતામાં એકતા માટે જાણીતું ગામ છે.
જ્યાં તમામ સામાજિક, ધાર્મિક જેવા વિવિધ કાર્યો અને પ્રસંગો બાબરકોટ ગામે વર્ષોથી ગામના તમામ સમાજના લોકો સાથે મળીને કરતા રહે છે. જેમાં સમૂહ લગ્ન , ધાર્મિક પ્રસંગો , સામાજિક પ્રસંગો વગેરે કાર્યો ગામના તમામ લોકો સાથે મળીને આયોજન કરે છે.
જેમાં આજરોજ બાબરકોટ ગામના દેવીપૂજક સમાજના યુવાન અને બાબરકોટ ગામના ગૌરવ એવા લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા જેવો ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરીને પરત વતન પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તથા વિવિધતામાં એકતા ધરાવવાનું ઉત્તમ ઉદાહરણ બાબરકોટ ગામના તમામ સમાજના લોકોએ પૂરું પાડ્યું હતું.
બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળા થી ખોડલધામ ખોડલીવાવ ખોડિયાર માતાજીના મંદિર સુધી લાલજી ભરતભાઈ વાઘેલાનું સામૈયું કરીને બાબરકોટ ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ તથા ફુલેકું કાઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાબરકોટ ગામનો કોઈ પણ યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને વતન પરત આવે છે ત્યારે ગામના તમામ યુવાનોનું સન્માન સમારોહ ખોડલધામ ખોડલીવાવ મંડળ દ્વારા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં તેમનું ભવ્ય સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવે છે.
આ સન્માન સમારોહ પ્રસંગે ગામના તમામ આગેવાનો , વડીલો ,ભાઈઓ બહેનો , ગામના સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાખટ , ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર , બાલુભાઈ નાનજીભાઈ સાંખટ, મનુભાઈ વીરાભાઇ સાખટ , છનાભાઈ લખમણભાઈ સાખટ, આતુભાઈ સાખટ, અરજણભાઈ સાખટ તથા ગૌશાળાના પ્રમુખ ભાણાભાઈ શિયાળ , કડવાભાઈ સાખટ, બાબરકોટ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્યશ્રી દિનેશભાઈ રાઠોડ , લાલજીભાઈ વાઘેલાના તમામ કુટુંબીજનો , ધીરૂભાઇ વાઘેલા , નનાભાઈ જાદવ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને લાલજીભાઈ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાબરકોટ ગામના યુવા સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાખટ દ્વારા જણાવ્યું હતું કે માં ભોમ ની રક્ષા કાજે ભારતીય ધરા ના સપૂત બનીને ઈન્ડિયન આર્મીમાં તાલીમ પૂર્ણ કરીને ફરજ બજાવી રહ્યા છો, એ અમારા માટે ગૌરવની વાત છે. સરહદના સૈનિક તરીકે આપ સદૈવ કાર્યરત રહો અને આપના લક્ષ્ય પ્રાપ્તિમાં ઉતરોતર પ્રગતિ કરી તન , મન , ધન થી દીર્ઘાયુષ ભોગવી હર ક્ષણ ખુશીથી સફળતા મેળવતા રહો તેવી શુભેચ્છા સરપંચશ્રી દ્વારા પાઠવી હતી.
તેમજ વિશેષ સરપંચશ્રી દ્વારા જણાવ્યું હતું કે લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા ના માર્ગદર્શન અને સહયોગથી બાબરકોટ ગામની વિધાર્થીની બહેનોને રમત ગમત ક્ષેત્રે કબડ્ડી માં જિલ્લા કક્ષા, જોન કક્ષા અને રાજ્ય સુધી પહોંચાડવામાં લાલજીભાઈ મહત્વનું યોગદાન રહ્યું છે. અને રાજ્ય કક્ષાએ બાબરકોટ ગામનું ગૌરવ વધારેલ છે. તે બદલ આભાર માન્યો હતો. અને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ
અમરેલી