>
Sunday, July 20, 2025

હિંમતનગર ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પૂરક પરીક્ષાના સુચારું આયોજન અંગે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

હિંમતનગર ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પૂરક પરીક્ષાના સુચારું આયોજન અંગે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

 

સાબરકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં પૂરક પરીક્ષાના સુચારું આયોજન અંગે પરીક્ષા સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્રારા તા.૨૩/૦૬/૨૦૨૫ થી ૦૩/૦૭/૨૦૨૫ સુધી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સા.પ્ર/વિ.પ્ર) ની પુરક પરીક્ષા યોજાશે.

જિલ્લામાં ધોરણ-૧૦ ની પુરક પરીક્ષા ૧૧ કેંદ્રોના ૧૧ બ્લોક ખાતે યોજાશે. જેમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, શ્રી એમ એમ પટેલ ઉચ્ચ માધ્યમિક શાળા, ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઇસ્કૂલ, પરફેક્ટ હાઇ સ્કૂલ, યુનિટ-૧, પરફેક્ટ હાઇ સ્કૂલ યુનિટ-૨, ગ્રોમોર સેકન્ડરી સ્કૂલ (જી.એમ) યુનિટ-૧, ગ્રોમોર સેકન્ડરી સ્કૂલ (જી.એમ) યુનિટ-૨, શ્રી ગાંભોઈ ગ્રુપ સેકન્ડરી સ્કૂલ યુનિટ-૧, શ્રી ગાંભોઈ ગ્રુપ સેકન્ડરી સ્કૂલ યુનિટ-૨, શ્રી એન જી જોશી હાઇસ્કૂલ અને શ્રી કોટડિયા જે.એમ. સાર્વજનિક હાઇસ્કૂલ કેંદ્રોનો સમાવેશ થાય છે.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માય ઓન હાઇસ્કૂલ અને મદ્રેસા હાઇસ્કૂલ એમ ૨ કેંદ્રોના ૨ બ્લોક ખાતે યોજાશે. વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા ૪ કેંદ્રોના ૪ બ્લોક ખાતે યોજાશે. જેમાં હિંમત હાઇસ્કૂલ યુનિટ-૧, સ્વસ્તિક હાઇસ્કૂલ, જૈન આચાર્ય આનંદ ધનસુરી વિધ્યાલય યુનિટ-૧ અને જૈન આચાર્ય આનંદ ધનસુરી વિધ્યાલય યુનિટ-૨ કેંદ્ર પર પુરક પરીક્ષા યોજાશે.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ પરીક્ષા સંચાલન માટે રાખવાની થતી સાવચેતી અંગે જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores