ઉના તાલુકા નુ દેલવાડા ગામ પંચાયત સુવિધા સભર સાથે સાથે દુવિધા પણ છે
ઉના તાલુકાના દેલવાડા ગામ ગિર સોમનાથ જિલ્લા નુ મોટુ ગામ છે ગામ ની સુવિધા અને દુવિધા અંગે જાણકારી મેળવીએ તો ઘણુ ખરુ અજુગતું લાગે એવુ છે ગામ ની વસ્તી ૧૬૫૦૦/ આસપાસ છે ગામ ની પ્રાથમિક સુવિધા અંગે જાણકારી મેળવવી તો જાણવા મળ્યું છે કે ગામ મા પંચાયત દ્રારા ખુબ સારી એવી પાણી પુરવઠા યોજના છે જેમાં ગામના દરેક ઘરમાં નળ થી જળ આપવા મા આવે છે એ સરાહનીય છે પરંતુ પાણી પુરવઠા વિતરણ ના કુવા મા કચરો ને પ્લાસ્ટિક ની ખાલી બોટલો જોવા મળે છે એ પણ એક દુવિધા છે ગામ ની શિક્ષણ વ્યવસ્થા પણ ઉત્તમ છે પરંતુ ખાટલે મોટી ખોટ છે કે ગામ ની એમ એસ સંઘવી હાઇસ્કૂલ મા શિક્ષકો ની જગ્યા વરસો થી ખાલી છે એ પણ એક દુવિધા છે આરોગ્ય ની દ્રષ્ટિ એ દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા સ્ટાફ ખંતપૂર્વક કામગીરી કરે છે એ એક સુવિધા છે જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પોતાનુ બિલ્ડીંગ નથી એ પણ એક દુવિધા છે ગામ ની પંચાયત પાસે સફાઇકામ માટે સફાઇ કામદાર છે સરકાર દ્રારા સ્વચ્છતા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ એક સુવિધા છે પરંતુ પંચાયત પદાધિકારી ઓ એ ટિક માર્ક કરેલા વિસ્તારમાં જ સફાઇ થાય છે એ એક દુવિધા છે ગામ ની મેઇન બજાર એટલે કે જે.પી.ચોક થી અંજાર ગેટ સુધી બ્લોક પાથરવા મા આવ્યા છે એ એક સુવિધા છે પરંતુ પ્લાન એસ્ટિમેન્ટ મુજબ કામ થયેલ ના હોવા થી પાથરેલા બ્લોક માંથી પિચકારી ઓ ઊડે છે એ પણ એક દુવિધા છે ગામ ની અંદર સ્ટ્રીટ લાઇટ ની સુવિધા સુંદર છે પરંતુ ગોદરા ચોક મા ઝબુકઝબુક થાય છે એ પણ એક દુવિધા છે શ્યામ નગર વિસ્તારમાં સી.સી.રોડ ની સુવિધા છે પરંતુ એમાં કેટલા ખાડા છે એ ગણવા એ પણ એક દુવિધા છે ગામ નેશનલ હાઇવે ઉપર નુ ગામ છે એ સુવિધા છે પરંતુ કેટલીક લાંબા રૂટની એસ.ટી.બસો ને સ્ટોપ નથી એ પણ એક દુવિધા છે સુંદર મજાનું સ્મસાન છે પણ ડાઘુ ઓને નાવા ધોવા ની સુવિધા નથી એ પણ એક દુવિધા છે નદી કિનારે સેનિટેશન ની સુવિધા છે પરંતુ આ ટોઇલેટ બ્લોક સુધી પહોંચવા રસ્તો નથી એ પણ એક દુવિધા છે ગામ મા ગટર ની સારી સુવિધા છે પરંતુ એમાં પડયા પાથરતા રહેતા ભુંડ પણ એક દુવિધા છે નાના બાળકો માટે આંગણવાડી ના નંદઘર ની સુવિધા છે પરંતુ એની આસપાસ ગંદકી ના ગંજ એ પણ એક દુવિધા છે આમ દેલવાડા ગામે સુવિધા ઉપલબ્ધ છે પરંતુ સ્થાનિક પંચાયત દ્રારા આ સુવિધા ની ઉપલબ્ધિ મા અણ આવડત છે એ પણ એક દુવિધા છે ગામ ની પંચાયત કચેરી ખાતે બધી સુવિધા ઓ છે પરંતુ આધારકાર્ડ માટે જનતા દર દર ભટકી રહી છે એ પણ એક દુવિધા છે
હવે જનતા ઇચ્છે છે કે પ્રજા ના પૈસા મળતી સુવિધાઓ દુવિધા બની રહી છે એ દુર્ભાગ્ય પુર્ણ છે. બ્યુરો રિપોર્ટ…… રમેશભાઇ વંશ ઉના