સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પ્રજાવાત્સલ્ય સાંસદ શ્રીમતી શોભનબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ બરોડા, અજમેર, અને અમદાવાદ ડિવિઝન ના રેલવેના પદાધિકારીશ્રીઓ સાથે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના રેલવે ના પ્રશ્નોને લઈને મહત્વ પૂર્ણ બેઠક યોજાઇ હતી.
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી રેલવેને થોડા સમય અગાઉ બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરણ કરવામાં આવ્યું હતું.
સાથે જ અનેક જગ્યાએ નવા ઓવરબ્રિજ અને અંદર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે કેટલીક જગ્યાએ સ્થાનિકો અને ખેડૂતો ને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
જોકે હાલ ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાવાથી સમસ્યા સર્જાય છે તે માટે અનેક ગણી રજુઆત ઓ મળી હતી.
ત્યારે આજે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને રેલવે વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.
અને આ બેઠકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકોની જે રજુઆત મળી હતી. એ અનુસંધાને ચર્ચા કરવામાં આવી હતી.
અને સમસ્યાનું તત્કાળ નિરાકરણ કરવા માટે સાંસદે સૂચન કર્યું હતું.
આ બેઠક માં જિલ્લા કલેક્ટરશ્રી, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, અમદાવાદ, બરોડા અને અજમેર ડિવિઝન ના પદાધિકારી શ્રીઓ રેલવે કમિટીના સભ્યશ્રીઓ રાજુભાઈ પંચાલ, જયેશભાઇ વ્યાસ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ, હિંમતનગર તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઇ પટેલ, તલોદ શહેર સંગઠન પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, તથા નરેન્દ્રસિંહ ઝાલા, તલોદ કોર્પોરેટર ગુણવતસિંહ સોલંકી હાજર રહ્યા હતા,
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891