વડાલીની બી જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
વડાલી શહેરની બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં 21 જૂન શનિવારના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાને અનુલક્ષીને ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 21 જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો યોગ કરવા માટે જોડાયા હતા
બી જી શાસ્ત્રી હાઇસ્કુલ ના શિક્ષક કમલેશભાઈ પટેલ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિવિધ પ્રકારના આસનો કરાવવામાં આવ્યા હતા જેમાં ઘણા બધા લોકો જોડાયા હતા જેમાં હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ અને સ્ટાફ તેમજ શિક્ષક ગણ યોગાસન કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891