>
Sunday, July 20, 2025

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ એ જિલ્લા પ્રમુખ ની કરી વરણી

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ એ જિલ્લા પ્રમુખ ની કરી વરણી

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત તથા સૌરાષ્ટ્ર ના જિલ્લા પ્રમુખ ની નિયુક્તિ કરી છે જેમાં ઉના મતવિસ્તાર ના પુર્વ ધારાસભ્ય સંસદીય પ્રણાલી ના તજજ્ઞ તથા કોળી સમાજ ના સર્વ માન્ય નેતા માનનીય શ્રી પુંજાભાઇ વંશ ની ગિર સોમનાથ જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે સાથે સાથે અમરેલી જિલ્લા ના પ્રમુખ તરીકે સાવરકુંડલા ના પુર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત ની વરણી કરવામાં આવી છે

શ્રી પુંજાભાઇ વંશ સને 1990 થી 2007 સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ ફરી સને 2012 થી 2022 સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ધારાસભ્ય ની સાથે સાથે વિચરિત અને વિમુક્ત જાતિઓ ના ચેરમેન તથા જાહેર હિસાબ સમિતિ ના ચેરમેન તેમજ ઉના તાલુકા ખેડુત સહકારી ખાંડ ઉદ્યોગ ઉના ના કસ્ટોડિયન તરીકે સેવા આપી છે સાથે સાથે ગુજરાત રાજ્ય ની વિધાનસભા મા લડાયક નેતા તરીકે ની છાપ ધરાવતા નેતા છે તથા પ્રમાણિક અને ઇમાનદાર વ્યક્તિત્વ ની ઉમદા છાપ ધરાવતા નેતા છે પુંજાભાઇ વંશ ની પ્રમુખ તરીકે વરણી થતાં કોંગ્રેસ પક્ષ મા નવી ઉર્જા ઉત્પન્ન થય છે. બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores