” સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત ” ના સંકલ્પ સાથે યોગમય બન્યું ગુજરાત !
આજરોજ ૧૧માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” ની થીમ અને “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના પાવન ધ્યેય સાથે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારજી ની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા જી સાથે ઉત્સાહભેર સહભાગી થઈ,યોગાભ્યાસ કર્યો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે જ્યારે યોગને અંતિમ છેવાડા સુધી પહોંચાડવાનો સકારાત્મક પ્રયાસ કરીએ, ત્યારે આપણે દરેક વ્યક્તિ માટે “સર્વે સંતુ નિરામયા”ની અભ્યર્થનાને પણ સાકાર કરીએ છીએ.
યોગ આપણી પ્રાચીન સંસ્કૃતિનો મૂલ્યવાન વારસો છે,જેને વિશ્વ આજે અપનાવી રહ્યું છે.
આવો, આપણે સૌ રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપી એક તંદુરસ્ત, ખુશહાલ અને શાંત જીવન જીવવાનો સંકલ્પ લઈએ.
આ કાર્યક્રમમાં મારી સાથે કલેક્ટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી,સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી,પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા,નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય,એડિશનલ કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી,આરોગ્ય અધિકારીશ્રી,રમત ગમત અધિકારી શ્રી,નગરપાલિકા ઉપપ્રમુખશ્રી સવજીભાઈ ભાટી,શહેર મહામંત્રીશ્રી પ્રકાશભાઈ વૈધ તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા.
રિપોર્ટર કમલેશ સિંધી