ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે સર્જાય મોટી ઘટના
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે ગામ ની દક્ષિણ બાજુ એ સને 1984 મા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા પ્રોટેક્શન હોલ બનાવવા મા આવેલ કાળ ક્રમે આ પ્રોટેક્શન હોલ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હતો અવારનવાર રિપેરિંગ કામ કરવા મા આવેલ પરંતુ હાલ ની પરિસ્થિતિ જોતા આ રિપેરિંગ કામ પણ નાકામિયાબ રહેલુ
આ પ્રોટેક્શન હોલ નજીક રહેતા માછીમાર રાઠોડ વિજયભાઇ દુગાભાઇ ના મકાન મા આજરોજ અમાસ ની ભરતી ની થપાટ લાગતા મકાન ધરાશયી થઇ ગયુ હતુ સાથે સાથે ઘર ના છ સભ્યો નો ચમત્કારી બચાવ થયો હતો અને ઘર વખરી દરિયા ના મોજા ની થપાટ મા તણાઈ ગય હતી આ પ્રોટેક્શન હોલ આજુબાજુ ના ઘણા મકાનો ભુતકાળમાં ધરાશાયી થઈ ગયા છે આ રાઠોડ વિજયભાઇ દુગાભાઇ વ્યવસાયે માછીમાર છે ગરીબ પરીવાર ને દરીયા ના મોજા ની થપાટે ઘર વિહોણા કરી નાખ્યાં છે આ માછીમાર પરીવાર આ મોજાં ની થપાટ થી માંડ માંડ જીવ બચાવી શકયો છે હાલ મા આ પરિવાર નો ચમત્કારી બચાવ થયો છે પરંતુ વિસામણ એ વાત ની છે કે ઘર વખરી દરિયા મા તણાઈ ગય અને નોધારો બનીઓ છે સાથે સાથે ચોમાસા ની સિઝન શરૂ થય હોય તંત્ર દ્રારા આ પરિવાર ની વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી માંગ ઉઠી છે તેમજ તાત્કાલિક અસરથી આ પ્રોટેક્શન હોલ ની કામગીરી કરવામાં નહીં આવે તો દરિયા ના તોતિંગ મોજા સૈયદ રાજપરા ગામ ના બે ભાગ કરી દેશે માટે આજુબાજુ ના લોકો દ્રારા આ પ્રોટેક્શન હોલ તાત્કાલિક અસરથી બનાવવા મા આવે એવી માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના