>
Sunday, July 20, 2025

ઉના તાલુકાની નાળીયા માંડવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સ તથા કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ઉના તાલુકાની નાળીયા માંડવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સ તથા કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.મુખ્ય મહેમાન શ્રી ગુજરાત રાજ્યના મહિલા અને બાળકલ્યાણ વિભાગના અધિકારીશ્રી ધવલભાઈ ગોસાઈ સાહેબ તથા રુટ લાયઝન અધિકારી શ્રી. મનીષભાઈ પટેલ(સી. આર. સી. સનખડા) હાજર રહી માર્ગદર્શન આપેલ.બાલવાટિકા 20 આંગણવાડીના 12 બાળકોને પ્રવેશ આપવામાં આવેલ.આ કાર્યક્રમ શાળાના ઉત્સાહી અને કર્મનિષ્ઠ આચાર્યશ્રી રમેશભાઈ વાજાના માર્ગદર્શન હેઠળ આયોજિત થયેલ.શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામપંચાયતના જાગૃત મહિલા સરપંચ નસીમબેન રફિકભાઈ સુમરા દ્વારા દફતર,સ્ટેશનરી કીટ તથા ફ્લેમિંગો રિસોર્ટના ચેરપર્સન ભવ્યેશભાઈ પોપટ દ્વારા સ્ટેશનરી કીટ આપવામાં આવેલ. આ પ્રસંગે ગ્રામ પંચાયતના તલાટી મંત્રીશ્રી વિજયભાઈ ડોડીયા,આગેવાનશ્રી રફિકભાઈ સુમરા,દિવ્યાંગ નિવૃત શિક્ષકશ્રી બટુકભાઈ ચારણીયા,એસ.એમ.સી કમિટીના નવા સભ્યોએએ ખાસ હાજરી આપી.બાલવાટિકા થી ધોરણ 8 સુધીમાં તેમજ CET, PSE અને NMMS પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલા બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોસાહિત્ય કરવામાં આવ્યા હતા, આ પ્રોગ્રામને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ પધાર્યા હતા તેમજ યથાશક્તિ ફાળો અને ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકમિત્રો નિલેશભાઈ વાળા,ફાતમાજી મન્સુરી,હીરાબેન વાઝા,કૃપાબેન ખોડા,વિવેકભાઈ સોલંકી,અમનભાઈ,દિનેશભાઈએ ખાસ જહેમત ઉઠાવી હતી.તેમજ કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરી કાર્યકમ પૂર્ણ કરેલ હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores