>
Sunday, July 20, 2025

થરાદ તાલુકાના મોરીલા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન તેમજ પ્રવેશ મહોત્સવ નું આયોજન કરાયું હતું ..

થરાદ…

 

થરાદ તાલુકાના મોરીલા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન તેમજ પ્રવેશ મહોત્સવ નું આયોજન કરાયું હતું ..

થરાદ તાલુકાના મોરીલા ગામે પ્રાથમિક શાળાના માં 15 જેટલા બાળવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ બાળવાટિકાના 15 જેટલા બાળકોને અભ્યાસ માટે થેલાઓ દાતાશ્રી રમેશભાઈ વેલાભાઇ દ્વારા આપવામાં આવ્યો હતો તેમજ નોટ બોલપેન એકડી બાળકોને દાતાઓ દ્વારા આપવામાં આવ્યા હતા અને આજે ના તિથિ ભોજન ના દાતાશ્રી નરસિંહભાઈ વેલાભાઇ તથા રમેશભાઈ તથા વરજાંગભાઈ દ્વારા આપવામાં આવ્યો હતો તેમજ ભોજનમાં મોહનથાળ શાક પુરી પાપડ છાસ વગેરે આપવામાં આવ્યું હતું આમ મોરીલા ગામના યુવાનો વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું તેમજ શાળાના તમામ સ્ટાફ ગણ હાજર રહ્યો હતો અને દાતાશ્રીને અભિનંદન પાઠવ્યા હતા..

 

પત્રકાર ::હમીરભાઇ રાજપુત થરાદ.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores