વાવાઝોડાથી નુકસાન પામેલ.માલપુર. તાલુકાના ગામોમાં સાંસદ શોભનાબેનની મુલાકાત
માલપુર, અરવલ્લી: તાજેતતરમાં આવેલા વાવાઝોડાથી ભારે નુકસાન પામેલા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વાળીનાથ, કોઠીયા, અણીયોર અને ખાલીકપુર ગામોની સાંસદ શોભનાબેને મુલાકાત લીધી હતી. સાંસદ શોભનાબેને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમની મુશ્કેલીઓ. વેદનાઓ સાંભળી હતી.
આ મુલાકાત દરમિયાન, સાંસદે ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર તેમની પડખે છે અને નુકસાનગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. તેમણે સ્થાનિક અધિકારીઓને રાહત અને પુનર્વસન કાર્યોને ઝડપી બનાવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891