સાબરકાંઠા ના વડાલીમાં વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા ની લાઇટો ને વરસાદ નુ ગ્રહણ…. લાઇટો બંધ ખરેખરી બેદરકારી સામે આવી
સાબરકાંઠા ના વડાલી માં સ્થાનિક નગરપાલિકા દ્વારા લાઇટ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ગામ ની અંદર અંધારી રાતે પણ ઝગમગાટ વચ્ચે લોકો ને સારી સુવિધા ઉપલબ્ધ હતી પરંતુ ખાટલે મોટી ખોડ છે કે નગરપાલિકા પાસે વિજળી વિભાગ મા કર્મચારીઓ પણ કામગીરી કરતા હોય તેમ છતાં અમુક વિસ્તાર લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે કેમકે વરસાદ નુ ગ્રહણ નડતર રૂપ થયુ હોય એમ લાગી રહ્યું છે અમારા પ્રેસ રિપોર્ટર એ આજરોજ રાત્રી દરમિયાન ગામ ની અંદર વિવિધ વિસ્તારોમાં મુલાકાત દરમિયાન આ અંધારપટ જોવા મળેલ જેમાં નવજીવન હોસ્પિટલ ની પાછળ પણ લાઇટ બંધ હાલતમાં જોવા મળી હતી અનેક જગ્યા પર લાઇટો બંધ હાલતમાં જોવા મળેલ છે નગરપાલિકા દ્રારા લોકો પાસે થી લાઇટ વેરો ઉઘરાવવા મા આવે છે તેમ છતાં આ બંધ લાઇટો નુ મરામત કરવા મા આવતુ નથી હવે લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ સ્થાનિક નગરપાલિકા દ્રારા લોકો ને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સંપુર્ણ પણે બેદરકારી રાખવામાં આવી રહી છે આગામી દિવસોમાં તહેવારો તથા વ્રત તથા જાગરણ શરું થવા જય રહ્યા છે જો આમજ અંધારપટ છવાયેલો રહ્યો તો ગામ મા કોઈ અજુગતું બનસે તો જવાબદારી કોની અહેવાલ= એક ભારત ન્યૂઝ