સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રીની અધ્યક્ષતામાં ”વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણીના સુચારૂ આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાદુંની અધ્યક્ષતામાં ”વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણીના સુચારૂ આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી દ્વારા અમલીકરણ અધિકારીઓને વિગતવાર ચર્ચા કરી હતી.તેમજ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં અમલીલરણ અધિકારીને સુચારુ આયોજન અને અમલીકરણ અંગે યોગ્ય માર્ગ દર્શન આપ્યું હતું. 
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટર સુશ્રી કિષ્ના વાઘેલા, જિલ્લા પોલીસ પ્રતિનિધી, ખેડબ્રહ્મા પ્રાંત શ્રી નિમેષ પટેલ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 146142
Views Today : 