શ્રાવણીયો જુગાર રમતાં શકુનિયોને પકડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.ઉદાવત તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગમાં કાર્યરત હતા.
તા.૧૦/૦૮/૨૦૨૫ ના રોજ અમો તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આ.હેડ.કો હરપાલસિંહ જશવંતસિંહ તથા અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, હિમતનગર ગીરધરનગર આવાસમા આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજી પાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે રેઇડ કરતા ત્યાથી (૧) કાંન્તીજી મંજીજી ભીલ (૨) પ્રકાશભાઇ શાંતીલાલ ભીલ (૩) અરવિંદભાઇ મફાજી ભીલ (૪) મહેંદ્રકુમાર ઉર્ફે શરદ દેવાજી ભીલ (૫) ગોપાલભાઇ સોમાજી ભીલ તમામ રહે,ગિરધરનગર આવાસ,હિંમતનગર જી.સાબરકાંઠાનાઓ જુગાર રમી રમાડતા ગંજીપાના તથા રોકડ રકમ રૂપીયા.૧૦,૫૮૦/-ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય જેથી તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગણનાપત્ર કેસ શોધી સફળ કાર્યવાહી કરેલ છે.
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 146152
Views Today : 