>
Thursday, February 19, 2026

આજ રોજ ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા મા પવિત્ર શ્રાધ્ધ નિમિત્તે ગૌ માતા ને કેળા નુ ભોજન પ્રસાદ પિરસવામાં આવ્યું છે 

આજ રોજ ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા મા પવિત્ર શ્રાધ્ધ નિમિત્તે ગૌ માતા ને કેળા નુ ભોજન પ્રસાદ પિરસવામાં આવ્યું છે

દેલવાડા ગામે આવેલ શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા મા આજરોજ શ્રાધ્ધ પક્ષ નિ બીજ નિમિત્તે ગૌશાળા ખાતે આવેલા દાન પેટી મા આવેલ રકમ માંથી ગૌ માતા ને પ્રસાદ રુપી કેળા નુ ભોજન પિરસવામાં આવ્યું હતું આપણી ભગવાન ધન્વંતરિ ની આર્યુવેદિક પરંપરા મુજબ માગશર માસે મુળો ભાદરવે ભલા કેળા આરોગ્ય વર્ધક માનવામાં આવે છે એ મુજબ દેલવાડા ગામ ની આ ગૌશાળા મા રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ભગવાન ધન્વંતરિ ની આર્યુવેદિક પરંપરા મુજબ ગૌ શાળા ની ગાય માતા ને નિરણ સાથે સાથે અલગ અલગ રુતુ મુજબ ફળ ફળાદી પણ પિરસવામાં આવે છે શ્રાવણ માસે કુલેર તો વૈશાખ માસે શાખ પાકે મુજબ કેસર કેરી નો રસ તો ચૈત્ર માસમાં લીમડાનો અર્ક સાથે તરબુચ આપવા મા આવે છે એવીજ રીતે હાલ ભાદરવા માસમાં પણ કેળા નો ખોરાક માનવ માટે તેમજ પશુ માટે કેટલો લાભદાયક છે એનો ઉલ્લેખ ભગવાન ધન્વંતરિ એ આર્યુવેદ ના પુસ્તકો મા કરેલ છે એટલે દેલવાડા ખાતે આવેલ શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના સંચાલક દ્રારા ગૌ શાળા મા રહેલ ગૌ માતા ની સવિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે આમ ગૌશાળા સંચાલક મંડળ ના કલ્પેશભાઇ બ્રહ્મભટ્ટ મહેશભાઇ બાંભણિયા ચંદ્રેશભાઇ તથા યશ શિગડ તથા હિરેનભાઇ દમણીયા સહિતના કાર્યકર્તા ઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે સાથે સાથે હાલ મા આ ગૌશાળા મા અંદાજીત 320/350 જેટલી ગૌ માતા નુ ભરણપોષણ કરવા આવે છે ગૌશાળા મા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે માટે હાલ મા સૌ દાતા શ્રી હોય તો આવકાર્ય છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores