કડિયાદરા માં રણુજા ધામની આબેહૂબ પ્રતિકૃતિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું
ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં હાલ ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. નિલકંઠ ધાર્મિક મંડળ દ્વારા 13થી 15 મે દરમિયાન આયોજિત ન ચતુર્દિવસીય મહોત્સવે સમગ્ર – પંથકને ‘રામદેવમય બનાવી = દીધું છે. મહોત્સવનું મુખ્ય ધ આકર્ષણ રાજસ્થાનના = વિશ્વવિખ્યાત રણુંજા ધામની કે તૈયાર કરાયેલ આબેહૂબ પ્રતિકૃતિ ૧ બની છે, જે શ્રદ્ધાળુઓમાં વિશેષ 1 આકર્ષણનું કેન્દ્રબની રહી છે.

ગરીબોના બેલી અને 5. લોકઆસ્થાના પ્રતીક એવા બાબા ૨ રામદેવપીરના આશીર્વાદ દરેક ભક્ત સુધી પહોંચે તેવા હેતુથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે ભક્તો રાજસ્થાન સ્થિત રણુંજા ધામ સુધી પહોંચી શકતા નથી, તેઓને કડિયાદરામાં જ રણુંજાના દર્શનની અનુભૂતિ થાય તે માટે મંડળ દ્વારા સુંદર અને જીવંત પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે. આ પ્રયાસને ગ્રામજનો અને ભાવિકો તરફથી પ્રશંસા મળી રહી છે.

મહોત્સવ અંતર્ગત 13થી 15 મે દરમિયાન રામદેવપીરની મંડળીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડિયાદરા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


