>
Thursday, June 4, 2026

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા વડાલી પો.સ્ટે. ને નોંધાયેલ ૨,૯૦,૦૦ ની પાંચ ભેંસો સાથે ૪ આરોપી ને દબોચ્યા.

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા વડાલી પો.સ્ટે. ને નોંધાયેલ ૨,૯૦,૦૦ ની પાંચ ભેંસો સાથે ૪ આરોપી ને દબોચ્યા.

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ(IPS) ગાંધિનગર વિભાગ ગાંધિનગર તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબ(IPS) સાબરકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મીત ગોહીલ સાહેબ ઈડર વિભાગ સાબરકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડો.કુલદીપકુમાર નાયી સાહેબ ખેડબ્રહ્મા વિભાગ ખેડબ્રહ્મા નાઓએ મીલ્કત ચોરી પશું ચોરીના ગુન્હા શોધી કાઢી આ પ્રકારના ચોર ઇસમોને ઝડપી પાડવા આપેલ સુચના અન્વયે અમો ડી.વી.હડાત પોલીસ ઇન્સપેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ ટીમના પો.સ.ઇ. કે.વી. વહોનિયા તથા સર્વેલન્સ ટીમના માણસો આ દિશામા કાર્યરત હતા દરમ્યાન ખેડબ્રમ્હા,પો.સ્ટે એ પાર્ટ.ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૮૨૬૦૪૯૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબ ગુન્હાના કામે આજ રોજ તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ તપાસમા હતા તે દરમ્યાન અ.પો.કો.ધવલકુમાર કેવળભાઇ બ.નં.૫૬૩ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મટોડા ગામ પાસે આવેલ તળાવની પાળની બાજુમા આવેલ વગડાઉ વિસ્તારમાં અમુક શંકાસ્પદ ઇસમો ભેસો લઇને રોકાયા છે જે બાતમી આધારે સર્વેલન્સ ટીમના માણસો સાથે તાત્કાલીક સદર બાતમી વાળી જગ્યાએ જતા ચાર ઇસમો ભેસો લઇને નીકળતા હોય જે સદરી ચાર ઇસમોને કોર્ડન કરી તમામના નામ પુછતાં (૧)અર્જુનભાઇ ઉદાભાઇ જાતે-ગમાર ઉ.વ.૨૫ (૨)ભમરૂભાઈ ઉર્ફે પીપલો ઉર્ફે પોપટ લક્ષ્મણભાઇ જાતે-કસોટીયા ઉ.વ.૨૮ (૩) શંકરભાઇ બકાભાઈ જાતે-પરમાર ઉ.વ.રર ત્રણેય રહે. ભિયાંટા તા.કોટડા છાવણી જી. ઉદેપુર (રાજસ્થાન) (૪) ભામલારામ ઉર્ફે ભેમો મોડીયારામ જાતે-પારઘી ઉ.વ.૧૯ રહે.પુનાવલી (વાંકલી ફળો) તા. કોટડા છાવણી જી.ઉદેપુર(રાજ.)ના હોવાનુ જણાવતા હોઇ તેઓના પાસે રહેલ પાંચ ભેસો અંગે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતા ના હોય અને ગલ્લા તલ્લાં કરતાં હોય જેથી તેઓને યુક્તિ પ્રયુક્તીથી પુછપરછ કરતાં સદર ઇસમોએ આ પાંચ ભેસો માથી ત્રણ ભેસો ખેડબ્રહ્માનાં ચીખલી ગામની સીમમાથી એક તબેલા ઉપરથી ચોરી કર્યાની કબુલાત કરેલ છે.અને આ સિવાય અન્ય બે ભેસો અંગે પુછતાં આજથી છ એક દિવસ અગાઉ વડાલી પાસેના ડોભાડા ચોકડી પાસે આવેલ એક તબેલા પરથી ચોરી કરેલ છે તેમ જણાવતા હોય જે બાબતે તપાસ કરતાં વડાલી પો.સ્ટે. ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૫૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે જેથી આ ચોર ઇસમોને આજરોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ સદર ગુન્હાના કામે કબ્જે કરેલ ભેસોને સાર સંભાળ માટે પાંજરાપોર સંસ્થા ખેડબ્રહ્મા ખાતે મુકવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ ખેડબ્રહ્મા પો.સ્ટે દ્વારા (૧) ખેડબ્રહ્મા પો.સ્ટે પાર્ટ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) ,૫૪ તથા (૨)વડાલી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૫૪૨૬૦૫૬૭ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૫૪ મુજબ ના ગુન્હાઓને ડિટેકટ કરી ચોરીમાં ગયેલ ભેસો નંગ-૫ કિ.રૂ.૨,૯૦,૦૦૦/- તથા ૦૪ આરોપીઓને પકડી સરાહનીય કામગીરી કરવામાં આવી.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores