બનાસકાંઠા ના દાતા તાલુકામાં આત્મનિર્ભર ગ્રામ પંચાયત સવાંદ કાર્યક્રમ યોજવામાં આવ્યો
બનાસકાંઠામાં રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહકાર થી રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ દ્વારા દાંતા, અમીરગઢ અને હડાદ તાલુકા 90 ગામોમાં જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસની કામગીરી નું આયોજન હાથ ધારવામાં આવી રહ્યું છે,
સદર પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને દાતા તાલુકા વિકાસ અધિકારીશ્રી હરેશભાઇ ચૌધરી સાહેબની અધ્યક્ષત્તામાં આત્મ નિર્ભર ગ્રામ પંચાયત સવાદ કાર્યક્રમનું નારણ નિધિ સેવા ટ્રસ્ટ હોલમાં bઆયોજન કરવામાં આવ્યું હતું
પ્રસ્તુત કાર્યક્રમમાં દાંતા તાલુકાના 9 ગ્રામ પંચાયતના પ્રતિનિધિ,તલાટી, સરપંચશ્રીઓ તથા સક્રિય આગેવાનોની 100 જેટલાં લોકો સહભાગી થઈ ને આત્મનિર્ભર ગ્રામ પંચાયત અંગે ઊંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી
કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા વિકાસ અધિકારીશ્રી હરેશભાઇ ચૌધરી સાહેબ, આઈ.સી.ડી.એસ સી.ડી.પી.ઓ જાહેદાબેન, મનરેગા એ.પી.ઓ. લક્ષમણભાઈ,જી.એલ.પી..સી ના પ્રતિનિધિ, સામાજિક વનીકરણ વિભાગના વનપાલ પુષ્પાબેન, પશુપાલન વિભાગ માંથી ગ્રામ સેવક તથા તલાટીશ્રી ઉપસ્થિત રહીને આત્મનિર્ભર પંચાયત અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી જેમાં દરેક વિભાગ દ્વારા ગ્રામ પંચાયતને મજબૂત કરવા પોતાના વિભાગની વિવિધ યોજનાકીય માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો,

કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ચૌધરી સાહેબ દ્વારા ગ્રામ પંચાયત વિકાસ આયોજન દ્વારા ગ્રામ વિકાસ અંગે સમજ આપીને ગ્રામ પંચાયત પ્રતિનિધિ તથા સરપંચશ્રીઓની ભૂમિકા અને જવાબદારી અંગે સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો
દાંતા સી.ડી.પી.ઓ શ્રી જાહેદાબેન દ્વારા આંગણવાડી દ્વારા બાળ વિકાસ અને તેની યોજનાઓ અંગે સમજ આપી તેનો ગુણવતા સભર ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,

સામાજિક વનીકરણ વિભાગ દાંતાના વનપાલશ્રી પુષ્પાબેન દ્વારા પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસ પર ભાર મૂકીને વન વિભાગની યોજનાઓ વિશે સમજ આપવાનો પ્રયત્ન કરવાનાં આવ્યો હતો
પશુપાલન વિભાગના અધિકારીશ્રી એ.એન.ભોવાણીયા દ્વારા પશુપાલન વિષયક યોજનાઓની સાથે સાથે આદર્શ પશુપાલન વ્યવસાય તથા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી
કાર્યક્રમમાં પ્રશ્નોતરી શેશન દ્વારા યોજનાકીય માર્ગદર્શન મેળવી ને આત્મ નિર્ભર પંચાયત અંગે સમજ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં દાંતા તાલુકાના 9 ગામોમાં રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ જી.પી.ડી.પી સબમિટ તાલુકા વિકાસ અધિકારીશ્રી ને સબમિટ કરવામાં આવી હતી
પ્રસ્તુત કાર્યક્રમને સફળ બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશન તથા રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ દ્વારા નોંધપત્ર પ્રયત્ન કરવામાં આવ્યો હતો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891


