અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષ નિમિત્તે અખિલ ભારતીય માકાણી પરિવાર નો સ્નેહ મિલન અને વાર્ષિક મીટિંગ યોજાઈ
વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યા 
વર્ષોથી કચ્છી પ્રજાઓનું નૂતન વર્ષ અષાઢી બીજ નિમિત્તે દેશ-વિદેશ પરદેશમાં રહેતા કચ્છી લોકો પોતાનો વ્યવસાય ધંધા બંધ કરીને કચ્છમાં અચૂક પધારતા હોય છે અને જેને અષાઢી બીજના નૂતન વર્ષ નિમિત્તે એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય છે આજે દેશભરમાં ભગવાન જગન્નાથ રથયાત્રાઓ યોજાયેલ છે ત્યારે કચ્છ પ્રદેશમાં દરેક ગામ લેવલે અષાઢી બીજની પ્રસંગમાં દીકરીઓ નિહાળી ઓના સન્માન થતા હોય છે જે નિમિત્તે ભુજ તાલુકાના કોટડા આથમણા ખાતે અર્પમા ઋષિ ના સાનિધ્યમાં ભગુ દાદા અને માકા દાદા અને સતી જશુમા ના જય ગોસ સાથે વાર્ષિક મીટિંગ પરિવારના પ્રમુખશ્રી રાજાભાઈ કે પટેલ ના અધ્યક્ષ સ્થાને લક્ષ્મીનારાયણ મંદિર ખાતે યોજાઇ
જેમાં વાર્ષિક હિસાબો મંત્રી શ્રી રસિકભાઈ અને રાજુભાઈ દ્વારા આપવામાં આવ્યા અને અષાઢી બીજ ના સવારે ભગુ દાદા ના સ્થાનકે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા પૂજન અર્ચન અને આરતી દાદાના સેવક શ્રી અશ્વિન દાદા અને સતીમાં ની ઉપસ્થિતિમાં કરવામાં આવી ત્યારબાદ સભાનું કામકાજ કરવામાં આવ્યું જેમાં સમાજના મકાણી પરિવારના દીકરા દીકરીઓ વિવિધ ક્ષેત્રે કરેલ આશાસ્પદ કામગીરી ધારા બેન અલ્પેશભાઈ માકાણી તેમજ પર્વ મકાણી અને બંસી અરવિંદ માકાણી કે જેઓએ યુએસએમાં કોમર્શિયલ પાયલોટ માં નિમણૂક થયેલ છે જેને અને અન્ય વિવિધ કામગીરી વાળા અને આજના અને ગઈકાલના ભોજન ના દાતાઓ નું સન્માન કરવામાં આવેલ હતું આજના પ્રસંગે અશ્વિન દાદા અને પૂર્વ પ્રમુખ છગનબાપા તેમજ પ્રવીણભાઈ સુરત અને પરિવાર પ્રમુખશ્રી રાજાભાઈ દ્વારા આગામી 2028 માં વિશાળ સ્નેહ મિલન યોજવા અંગે વિવિધ માહિતી આપી હતી અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય તે માટેના સૂચનો અને મંતવ્યોને નોંધમાં લીધેલા હતા.
સ્વાગત પ્રવચન ચંદુભાઈ મુંબઈવાળા એ કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીપીનભાઈ વડાલી વાળાએ કરેલ અને આભાર વિધિ રાજુભાઈ અમદાવાદ વાળાએ કરી હતી તમામ પરિવારજનો ને ભોજનની સુંદર વ્યવસ્થા કોટડા ગામના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ હતી
બ્યુરો રિપોર્ટ ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


