>
Friday, July 17, 2026

વડાલીમાં જમીન વિવાદે હુમલાનું સ્વરૂપ લીધું..

વડાલીમાં જમીન વિવાદે હુમલાનું સ્વરૂપ લીધું..

 

મહિલા સહિત ચાર પર હુમલો, પાંચ સામે ફરિયાદ નોંધાઈ..

 

વડાલી શહેરના માઢીયા ફળી વિસ્તારમાં જમીનના શેઢા (સીમા) મુદ્દે ચાલી રહેલા પારિવારિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિવાદમાં મહિલા સહિત ચાર સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વડાલી પોલીસ મથકે પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, માઢીયા ફળીમાં રહેતી મેઘાબેન મિતેશભાઈ પટેલે જણાવ્યું છે કે તેમની અને તેમના કાકા વસંતભાઈ મોતીભાઈ પટેલ વચ્ચે ખેતીની જમીનના શેઢાને લઈને અગાઉ બોલાચાલી થઈ હતી. આ મામલે સમાજના આગેવાનો દ્વારા સમાધાન પણ કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં, આરોપીઓ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ અપાતી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત 12 જુલાઈની સાંજે મેઘાબેન અને તેમના પતિ મિતેશભાઈ દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે મહાવીર ઉર્ફે અભી વસંતભાઈ પટેલ, વસંતભાઈ મોતીભાઈ પટેલ, લક્ષ્મીબેન વસંતભાઈ પટેલ, રોહિતભાઈ ગુલાબભાઈ પટેલ અને ડિપલબેન મયુરભાઈ પટેલ તેમના ઘરે પહોંચ્યા હતા.

ત્યારબાદ આરોપીઓએ ગાળાગાળી કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. મહાવીર ઉર્ફે અભીએ પિત્તળના પંચ વડે મિતેશભાઈના માથામાં હુમલો કર્યો હતો. મેઘાબેન વચ્ચે પડતાં તેમને હોઠ પર ઇજા પહોંચી હતી. ડિપલબેને લોખંડની પાવડી વડે મેઘાબેનના પગના ગોઠણ પાસે માર માર્યો હતો, જ્યારે લક્ષ્મીબેને લાતો મારી હતી.

વસંતભાઈએ અરવિંદભાઈ પટેલના માથામાં લાકડી ફટકારી હતી. આ ઉપરાંત, રોહિતભાઈએ પથારીવશ રમીલાબેનને ધારીયાના હાથાથી છાતી પર દબાણ કરી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે.

બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને પ્રથમ વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ગંભીર ઇજાઓને કારણે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મેઘાબેન મિતેશભાઈ પટેલની ફરિયાદના આધારે વડાલી પોલીસે પાંચેય આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores