ખેડબ્રમ્હા માં શ્રી ખેડબ્રમ્હા અંબિકા માતાજી
ની ભવ્ય શોભાયાત્રા નીકરી
અષાઢી બીજના પાવન અને મંગલમય પર્વ નિમિત્તે, શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિર પરિસરમાં મા અંબેની ભવ્ય રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રદ્ધા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં સમગ્ર વાતાવરણ ‘જય અંબે’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
માતાજીના રથને સુંદર ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આ ભક્તિમય પ્રસંગે મંદિરના આદરણીય ટ્રસ્ટીગણ, મેનેજરશ્રી, સ્થાનિક ગ્રામજનો તેમજ દૂર-દૂરથી આવેલા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને યાત્રિકોએ ઉપસ્થિત રહીને માતાજીની રથયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
સૌ ભક્તોએ ભાવપૂર્વક માતાજીના રથના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું.
શાંતાકારં ભુજગશયનં… મા અંબેની અસીમ કૃપા સૌ પર બની રહે તેવી મંગલ કામના!
બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


