જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવાયો.
(સંજય ગાંધી)
સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવાય છે, જેમાં પરિવારનું મહત્વ અને ઉપયોગીતા નો ખ્યાલ આવે છે. ગ્રુપ દ્વારા હિંમતનગરમાં શાંતિનગર સોસાયટીમાં રહેતા જાદુગર કરણ ના પરિવાર ની મુલાકાત લઈ તેમના નાના ભાઈ નટુભાઈ નું શાલથી અને ત્રણ નાના ભાઈઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું. તેમના પરિવારમાં 4 પેઢી અને 25 સભ્યો એક જ સાથે ખૂબ સારી રીતે રહે છે. આજના કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, સહમંત્રી ઈલાબેન રાવલ, દક્ષાબેન, હીનાબેન, રીટાબેન, જાગૃતિબેન, સુલક્ષણાબેન તથા અન્ય બહેનો હાજર રહ્યા.







Total Users : 145600
Views Today : 