પ્રાંતિજ મામલતદાર કચેરીમાં ઈ ધરા નો પટાવાળો 2000ની લાંચ લેતા acb ના છટકામાં ઝડપાયો
ગાંધીનગર એસીબી ને પ્રાંતિજ ખાતેની ઈ ધરા કચેરીમાં સર્વે નંબરોની જૂની નોંધો કાઢી આપવામાં કર્મચારીઓ 1000 થી 2000 લેતા હોવાની માહિતી મળતા ડીકોયર સહાય લઈ ગુરુવારે સર્વે નંબરોની જુની નોંધો કાઢી આપવાના રૂપિયા 2000 નક્કી કરી પ્રાંતિજ મામલતદાર કચેરીની પાછળ જ પૈસા લેતા કરાર આધારિત પટાવાળા રાજેન્દ્રસિંહ ઝાલા ની એસીબીએ રંગે હાથે ઝડપ્યો હતો
ગાંધીનગર એસીબી પીઆઇ એમ.એમ. સોલંકી દ્વારા તારીખ 29/ 5/ 2025 ના રોજ વોચ રાખી ડીકોયર નો સહકાર મેળવી છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું લાંચના ડીકોય એ છટકા દરમિયાન પ્રાંતિજ મામલતદાર કચેરીની પાછળના ભાગે પાર્કિંગમાં રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા પટાવાળા સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 2000 ની લાંચ ની માગણી કરી લાંચ સ્વીકાર્યા હતા એસીબી ની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો હતો
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 145736
Views Today : 