વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો
હિંમતનગર (ઇલોલ): સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગ્રામ્ય પ્રખંડ દ્વારા રક્ષાબંધન નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માતૃશક્તિ અને દુર્ગાવાહિની બહેનો દ્વારા પોલીસ જવાનોને કંકુ તિલક કરીને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું અને તેમની દીર્ઘ આયુષ્ય તથા સુરક્ષાની પ્રાર્થના કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ પોલીસ જવાનો દ્વારા બહેનોના આ સ્નેહભેર કાર્ય માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં પ્રખંડ અધ્યક્ષ સજ્જનસિંહ, ગ્રામ્ય સંયોજક નરેન્દ્રસિંહ, દેવુસિંહ તથા વસંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 