ખેડબ્રહ્માના ત્રણ ગામોમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા ખાતે ઉર્જા સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પુનઃપ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિધ્યાલય, સરદાર કૃષિ નગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) ના સયુક્ત ઉપક્રમે કુલ ત્રણ ઉર્જા સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ખેડબ્રહ્મા તાલુકાનાં ઝાંઝવા પોણાઈ, નવાનાના અને કલોલ ગામના ૨૫૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં ઉર્જા સંરક્ષણ થકી પર્યાવરણ સંરક્ષણ, ખેતીમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગ, પાણીની બચત, વિધુત ઉપકરણોમાં સ્ટાર રેટિગનું મહત્વ, સરકારશ્રી યોજનાઓ, મિશન લાઇફ ઝુંબેશને પ્રોત્સાહન આપવાનો હતો. આ અંગેની ઊંડાણપૂર્વક માહિતી ઇજનેરી મહાવિધ્યાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી, સરદારકૃષિનગર માંથી પધારેલ પ્રાધ્યાપકશ્રીઓ એ. ડી દેશપાંડે, તથા ડો. એન. એન. દેસાઇ દ્વારા આપવામાં આવી હતી. સાથે સાથે ખેડૂત ભાઈ-બહેનોને ખેતીને લગતા વિષયો પર પણ માર્ગદર્શન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રી ડૉ. બી. સી. પટેલ દ્વારા આપવામાં આવવ્યુ હતું.
આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉ.જે.જે.મિસ્ત્રી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહી ખેડૂત ભાઈ-બહેનોને માર્ગદર્શિત કર્યા હતા.
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 