વેટરનરી કોલેજ, કા.યુ., સરદારકૃષિનગર દ્વારા દાંતીવાડા તાલુકાના જોરાપુરા (ભાડલી) અને ભાડલી (કોઠા) ગામોમાં ઘેટાં-બકરામાં કૃમિ નિવારણ કેમ્પ અને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાંતીવાડા : પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગર હસ્તકના પશુ વિજ્ઞાન કેન્દ્ર-થરા અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૬/૦૯/૨૦૨૫ ને શનીવાર ના રોજ દાંતીવાડા તાલુકાના જોરાપુરા (ભાડલી) અને ભાડલી (કોઠા) ગામોમાં ઘેટાં અને બકરાંમાં આંતરિક પરજીવીઓનું કૃમિનાશક દવા પીવડાવીને તેનું નિયંત્રણ કરી પશુઓના આરોગ્યમાં સુધારો લાવવાના તેમજ પશુપાલકોમાં પશુપોષણ, માવજત અને ઘરગથ્થુ ઉપચાર અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી “ઘેટા-બકરાં માટે કૃમિ નિવારણ કેમ્પ અને શિબિર’નું સફળ અયોજન પશુ વિજ્ઞાન કેન્દ્ર થરાના મદદનીશ પ્રાધ્યાપક અને વડા, ડૉ. ચેતનાબેન મોદી તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અને ફાર્મેકોલોજી વિભાગન | મદદનીશ પ્રાધ્યાપક, ડૉ. હર્ષદ એ.પટેલ દ્વારા આચાર્યશ્રી, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ડો.કે. બી. પટેલ તેમજ પ્રાધ્યાપક અને વડા, મેડીસીન વિભાગ, ડો. આર.એમ.પટેલ ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સદરહું કાર્યક્રમમાં મહાવિદ્યાલયના અન્ય સ્ટાફગણમાં ડો.એમ.એમ પવાર, ડો. આર.બી. મકવાણા, ડો. કિશન જી. ફટાણીયા, ડો. હાર્દી એન પટેલ શ્રી રાહુલ માળી તેમજ એન.એસ.એસ સાથે સંકળાયેલ સ્નાતક કક્ષાના ચોથા વર્ષના ૧૦ વિધાર્થીઓ પણ ઉપસ્થિત રહીને બન્ને ગામોના કુલ મળીને ૨૦૦૦ ઘેટાં અને બકરાઓને કૃમિનાશક દવા પીવડાવેલ હતી.

ઘેટાં-બકરાં ઉછેર કરતાં પશુપાલકો માટે પશુપાલન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બન્ને ગામના મળીને ૫૦ જેટલા પશુપાલકો હાજર રહેલ હતા. તેમા ડૉ.ચેતનાબેન મોદી દ્વારા પી.વી.કે. થરા દ્વારા પશુપાલકોના હિતમાં કરવામાં આવતી કામગીરી અને કામધેનુ યુનિવર્સીટીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડો.આર.બી. મકવાણા દ્વારા ઘેટાં-બકરાંઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર અને સમોતલ આહાર વિષય પર વક્તવ્ય આપવામાં આપ્યું હતું, તેમણે બચ્ચાંઓની આરોગ્યવર્ધક વૃદ્ધિ માટે જરૂરી માવજત, ખોરાક, રહેણાંક વ્યવસ્થા, સંભાળ અને તેમના મૃત્યુદરને ઘટાડવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. હર્ષદ એ. પટેલ દ્વારા ઝેરી વનસ્પતિઓ અને અન્ય વનસ્પતિઓના કારણે ઘેટાં-બકરાંઓમાં થતી ઝેરી અસરો, નિવારણ અને પ્રાથમિક સારવાર વિષય પર માર્ગદર્શન આપવામાં આપ્યું હતું, તેમણે ઝેરી વનસ્પતિઓ અને તેમના પશુઓ પર થતી આડઅસરો વિષય પર ભાર મૂક્યો હતો. તાલીમને અંતે ઉપસ્થિત તમામ નિષ્ણાતો દ્વારા પશુપાલકોને મુંઝવતા વિવિધ પ્રશ્નોના સંતોષકારક નિવારણો આપવામાં આવ્યા હતા અને દરેક પશુપાલકોને પશુપાલન સંબંધિત સાહિત્ય, પેમ્ફલેટ તથા માર્ગદર્શિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પશુપાલકોએ આ પ્રકારના આયોજનના સતત ચાલુ રહેવાની ભાવના વ્યક્ત કરી મહાવિદ્યાલયના સમગ્ર સ્ટ્રાફનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ પરબત દેસાઈ પાલનપુર




Total Users : 1
Views Today : 