ઉના તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા એ દેલવાડા ગામ ના લોકો ને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અન્વયે રેશનકાર્ડ મા લોકો ને લાભાર્થી તરીકે સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી
ઉના તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા જેઓ દેલવાડા ગામ ના વતની છે સાથે સાથે કેળવણી મંડળ ના નિયામક છે હર હંમેશ જનતા માટે સરકાર ને રજુઆત કરતા હોય છે ત્યારે દેલવાડા ગામ ના લોકો ને રેશનકાર્ડ મા મફત અનાજ નો લાભ ઘણા પરીવાર ને મળતો નથી એવી રજૂઆત ગામ ના કેટલાક નાગરીકો એ તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા ને કરવામાં આવી હતી જે સંદર્ભે આજરોજ તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા એ ઉના મામલતદાર શ્રી ને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે દેલવાડા ગામ ના મોટા ભાગના લોકો મંજુર વર્ગ ના છે માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા છે તો કેટલાક લોકો બાંધકામ વ્યવસાય કરે છે મોટા ભાગના લોકો અભણ અને કાયદાકીય અજાણ છે ત્યારે એન.એસ.ફેસ કાયદા મા આવા ગરીબ પરિવારોને સમાવેશ કરી મફત અનાજ યોજના નો લાભ આપવા મા આવે અને દેલવાડા ગામ ના લોકો એ આ યોજના હેઠળ અરજી ઓ કરેલ છે એની યોગ્ય રીતે તપાસ કરી આવેલ અરજી ઓ મંજૂર કરવામાં આવે 
આમ ગરિબ વર્ગ ના લોકો ને પણ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 મા વહેલી તકે સમાવેશ કરી આ યોજના નો લાભ આપવા મા આવે ઉના તાલુકાના દેલવાડા ગામ સહિત કંઠાળ વિસ્તાર ના ગામો ની હજારો અરજી હાલ મામલતદાર કચેરી ખાતે પેનડીગ છે જેનો વહેલી તકે નિકાલ કરી લાભાર્થીઓને મફત અનાજ યોજના નો લાભ આપવા માટે ની રજૂઆત કરી છે વધુ મા હિરેનભાઇ બાંભણિયા એ સરકાર ની આવી ગરીબ લક્ષી યોજના ઓનો લાભ છેવાડાના લોકો ને મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના


