>
Sunday, March 15, 2026

અરવલ્લીઃવરાંસી નદીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થયેલા યુવકનું શબ શણગાલ પુલ નીચેથી મળ્યું*

*અરવલ્લીઃવરાંસી નદીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થયેલા યુવકનું શબ શણગાલ પુલ નીચેથી મળ્યું*

 

બાયડ તાલુકામાંથી પસાર થતી વરાંસી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં મંગળવારે સવારે વારેણા બોરટીંબા વચ્ચે આવેલા કોઝવે પર ત્રણ યુવાનો પાણીમાં તણાયા હતા…

જે પૈકી બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો જ્યારે નદીના પાણીના પ્રવાહમાં એક યુવાન ગરકાવ થયો હતો જે બાબતની જાણ થતાં બાયડ મામલતદાર સંજયભાઈ પટેલ અને બાયડ પોલીસ મથકના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ડાભાણી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

નદી પરના કોઝવે પર પહોંચ્યા પછી તંત્રએ પાણીમાં ગરકાવ થયેલા યુવાનને શોધી કાઢવા અને પાણી ઘણું ઊંડું હોવાથી મોડાસા ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવી હતી…

પરંતુ સોમવારે મોડી સાંજ સુધી પાણીમાં શોધખોળ કરવા છતાં પાણીમાં ગરકાવ થયેલા યુવાનનો પત્તો લાગ્યો ના હતો.

માત્ર પાણીમાં ગરકાવ થયેલું બાઈક મળી આવ્યું હતું..

વારેણા બોરટીંબા કોઝવે પરથી નદીના પાણીમાં ગરકાવ થયેલા યુવાનનો મૃતદેહ મંગળવારે સવારે શણગાલ ગામના વરાંસી નદી પર આવેલ પુલ નીચે તરતો દેખાતાં બાયડ પોલીસ તથા મામલતદારને જાણ કરવામાં આવી હતી.

જેથી પોલીસે મરનાર વિક્રમભાઈ શનાભાઇ ઝાલા રહે. ગૌચરના મુવાડા તા. કપડવંજના મ્રુતદેહને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાયડ ખાતે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

ડી આર સોલંકી

બાયડ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores