>
Sunday, October 19, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે આગામી તારીખ 5/10/2025 ના રોજ મોગલ પ્રાગટ્ય દિન નિમિત્તે મોગલ સ્વરૂપ આઇ મા યોગિતા માતાજી ના સાનિધ્ય માં પાટોત્સવ ઉજવાશે 

ઉના તાલુકાના દેલવાડા ગામે આગામી તારીખ 5/10/2025 ના રોજ મોગલ પ્રાગટ્ય દિન નિમિત્તે મોગલ સ્વરૂપ આઇ મા યોગિતા માતાજી ના સાનિધ્ય માં પાટોત્સવ ઉજવાશે

ઉના તાલુકાના દેલવાડા ગામે મચ્છુન્દ્રી નદી કિનારે આવેલા આઇ મોગલ મા ના પ્રતિકૃતિ મંદિર ખાતે મોગલ સ્વરૂપ આઇ મા યોગિતા માતાજી ના સાનિધ્ય માં પાટોત્સવ ઉજવવાનુ આયોજન કરવામાં આવ્યું છે આ પાટોત્સવ આયોજન મા મોગલ છોરુ મિત્ર મંડળ દેલવાડા દ્રારા તાડમાર તૈયારી ઓનો ધમધમાટ ચાલી રહ્યો છે

આઇ મા યોગિતા માતાજી ના સાનિધ્ય માં યોજાનાર આ પાટોત્સવ મા આઇ મા યોગિતા માતાજી ના સેવકો દ્વારા અનેરુ આયોજન કરવામાં આવ્યું છે તારીખ 5/10/205 ના રોજ સવારે 8 વાગ્યે યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવસે સાથે સાથે બીડા હોય મહા પ્રસાદ સંત સન્માન તથા લોકડાયરા નુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલા જગત ના સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર વિદુર આહિર તથા લોકસાહિત્ય કલાકાર નાથુદાનગઢવી લોક ગાયક કમલેશભાઇ ખુમાણ સાથે ખુશી રબારી મિતલરાઠોડ સહિત ના કલાકારો દ્વારા સંતવાણી લોક ડાયરા ની રમઝટ બોલાવશે

આ સમગ્ર પાટોત્સવ નિમિત્તે મોગલ સ્વરૂપ આઇ મા યોગિતા માતાજી ના સેવકગમ દ્રારા તાડમાર તૈયારી ની શરૂઆત કરવામાં આવી છે સાથે સાથે મહા પ્રસાદ નુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

બ્યુરો રીપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores