>
Wednesday, February 11, 2026

શ્રી અડસઠ બારીશ પ્રણામી વણકર સમાજનો 11 મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમ પૂર્વક સંપન્ન થયો

શ્રી અડસઠ બારીશ પ્રણામી વણકર સમાજનો 11 મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમ પૂર્વક સંપન્ન થયો

 

14 ગામ દ્વારા આયોજિત 68 બારીશ પ્રણામી સમાજ નો 11 મો સમૂહ લગ્ન મહોત્સવ ખુબજ ધામ ધૂમ થી યોજાયો

 

તા. 08/02/2026 ને રવીવાર ના રોજ કુમ્પ મુકામે યોજાયો જેમાં કુલ 41 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં

આયોજન સમિતિ ના પ્રમુખ શ્રી પશાભાઈ પ્રણામી અઘ્યક્ષ દલાભાઈ પ્રણામી મહામંત્રી ધનજીભાઈ પ્રણામી ઉપ પ્રમુખ ભરતભાઇ પરમાર કન્વીનર તેવા શ્રી લોકલાડીલા રાજકીય તેમજ સામાજિક બાબતોના નિષ્ણાંત તેવા પરમ આદરણીય શ્રી રસિકચંદ્ર સોલંકી ઓડિટર પ્રવીણભાઈ પ્રણામી તેમજ સબ ઓડિટર શ્રી અનિલભાઈ પ્રણામી ની અધ્યક્ષતા માં શુભ પ્રસંગ યોજાયો હતો

 

આ પ્રસંગ ને વધુ પ્રોત્સાહન આપવા દલાભાઈ પ્રણામી વિઠ્ઠલભાઈ પ્રણામી કાંતિભાઈ પ્રણામી નયનભાઈ મોરી અને મુકેશભાઈ રાઠોડે નવ યુગલો ને સુખ શાંતિ સમૃદ્ધિ મળે તેવા આશીર્વાદ આપ્યા તેમજ અનિતારાજે શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે માહિતગાર કરવામાં આવ્યા

આ પ્રસંગ ને ભવ્ય બનાવવા 41 દીકરીઓને પારસ સાડી પેલેસ તરફ થી દરેક દીકરીઓને પાનેતર પહેરાવી સુશોભિત કર્યા હતા તેમજ સ્વ. લાખાભાઇ બેચરભાઈ પટેલ અતિશય ઉપવન પરિવાર મયુરભાઈ પટેલ અને હિતેન્દ્રભાઇ પટેલ તરફ થી 3 લાખ રૂપિયા નું માતબર દાન આપી દીકરીઓને સારું પ્રોત્સાહન આપ્યું સમૂહ લગ્નમાં એન્કર તરીકે સંજયભાઈ પ્રણામી એ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

 

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores