વડાલીમાં GRD ની ભરતી માં 407 ઉમેદવારોએ ભાગ લીધો
પી.આઈ. પઢેરિયાના નિરીક્ષણ હેઠળ શારીરિક કસોટી પારદર્શક રીતે પૂર્ણ થઈ
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ગ્રામ રક્ષક દળ (GRD)ની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ગ્રામ્ય સ્તરે મદદરૂપ થવા માટે આ ભરતી હાથ ધરવામાં આવી છે. કુલ 407 ઉમેદવારોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ઇડર–વડાલી હાઈવે પર વિજયનગર ત્રણ રસ્તા પાસે શારીરિક કસોટીનું આયોજન કરાયું હતું. વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી. આર. પઢેરિયા અને તેમની ટીમની સીધી દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
શારીરિક કસોટીમાં પુરુષ ઉમેદવારો માટે 1600 મીટર અને મહિલા ઉમેદવારો માટે 800 મીટરની દોડ યોજાઈ હતી. દોડમાં સફળ થયેલા ઉમેદવારોની ઊંચાઈ અને વજનની ચકાસણી કરવામાં આવી હતી, જ્યારે પુરુષ ઉમેદવારો માટે છાતીના માપના ધોરણો પણ ચકાસવામાં આવ્યા હતા.
વડાલી તાલુકાના વિવિધ ગામોમાંથી કુલ 407 ઉમેદવારોએ આ ભરતી માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. યુવક-યુવતીઓએ આ ભરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વડાલી પીઆઇ ડી.આર.પઢેરિયા એ જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બને તે હેતુથી આ ભરતી કરવામાં આવી રહી છે. ઉમેદવારોમાં જોવા મળેલો ઉત્સાહ પ્રશંસનીય છે. હવે શારીરિક કસોટીના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરી પારદર્શક રીતે પસંદગી કરવામાં આવશે.”
આ ભરતીથી સ્થાનિક સ્તરે યુવાનોને રોજગારીની તક મળવાની સાથે સાથે પોલીસ પ્રશાસનને ગ્રામ્ય સ્તરે મજબૂત ટેકો મળશે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા અને મેરીટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે.
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 167069
Views Today : 