વડાલીની શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલ મા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ
તા.16/02/2026 ને સોમવારનાં રોજ શેઠ પી. કે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલ, વડાલી માં ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર પ્રેરીત પ્રમુખ સ્વામી લોકવિજ્ઞાન કેન્દ્ર -બડોલી ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમ દ્વારા શાળાની દીકરીઓને વિજ્ઞાન ના વિવિધ મોડલ દ્વારા વિજ્ઞાન દ્વારા થયેલા આવિષ્કાર અંગે માહિતી આપવામાં આવી હતી
વિવિધ મોડલ દ્વારા દીકરીઓને પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો.. વિજ્ઞાનની શોધ અને તેમના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવી હતી.

દીકરીઓમાં સર્જનાત્મક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવી માહિતી લોકવિજ્ઞાન કેન્દ્ર માંથી પધારનાર શિક્ષકશ્રી અનિલભાઈ પંચાલ અને શ્રી અંતરિક્ષભાઈ જોશી દ્વારા આપવામાં આવી હતી..
વિજ્ઞાનની અવનવી માહિતી મેળવીને દીકરીઓ ખૂબ પ્રભાવિત થઇ હતી.

અંતમાં શાળાના આચાર્યા શ્રી દક્ષાબેન પટેલ દ્વારા દીકરીઓને વિજ્ઞાન આપણા જીવન માં ખુબ જ ઉપયોગી છે તે અંગે સમજ આપવામાં આવી હતી અને દીકરીઓને જાણકારી આપવા બદલ પ્રમુખ સ્વામી લોકવિજ્ઞાન કેન્દ્રમાંથી આવેલ શિક્ષકશ્રીઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના શિક્ષકો જોડાયા હતા
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


