>
Friday, February 20, 2026

વડાલીમાં હાઈવે પર આવેલ ખાનગી સુપર માર્ટ ના માલિક સામે છેડતીનો કથીત આક્ષેપ…

વડાલીમાં હાઈવે પર આવેલ ખાનગી સુપર માર્ટ ના માલિક સામે છેડતીનો કથીત આક્ષેપ…

 

વડાલી શહેરના ઈડર-વડાલી હાઈવે પર સ્થિત એક ખાનગી સુપર માર્ટમાં મહિલા સુરક્ષાના લીરેલીરા ઉડતી ઘટના સામે આવી છે. સુપર માર્ટમાં ફરજ બજાવતી એક યુવતીએ સુપર માર્ટના માલિક પર છેડતી અને અભદ્ર વર્તન કરવાના ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે યુવતીના પરિવારજનોએ આક્રોશ સાથે વડાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

મળતી વિગતો અનુસાર, વડાલીની એક યુવતી છેલ્લા છ મહિનાથી ઈડર-વડાલી હાઈવે પર આવેલ ખાનગી સુપર માર્ટમાં નોકરી કરી રહી હતી. યુવતીનો આક્ષેપ છે કે સુપર માર્ટના માલિકે તેની મર્યાદા ઓળંગી છેડતી કરી હતી. એટલું જ નહીં, જ્યારે યુવતીએ આ બાબતનો વિરોધ કર્યો, ત્યારે માલિકે સત્તાના નશામાં ચૂર થઈ તેને બરબાદ કરી નાખવાની ધમકી પણ આપી હતી.

​ઘટનાની જાણ યુવતીએ તેના પરિવારને કરતા જ રોષે ભરાયેલા સ્વજનો તાત્કાલિક સુપર માર્ટ પર દોડી આવ્યા હતા. સુપર માર્ટના માલિક અને પરિવારજનો વચ્ચે ભારે બોલાચાલી થતા પરિસ્થિતિ સ્ફોટક બની હતી. આ હંગામાને જોવા માટે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વડાલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મધ્યસ્થી કરી મામલો શાંત પાડ્યો હતો અને હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

​સુપર માર્ટના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમનો ફોન બંધ મળી આવ્યો હતો. ​વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “યુવતીના પરિવારજનો દ્વારા હાલ લેખિતમાં અરજી આપવામાં આવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ ધરી છે

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores