વડાલી પોલીસે રાત્રે પેટ્રોલિંગમાં સગીર પાસેથી વિદેશી દારૂ પકડ્યો
વડાલી શહેરમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વડાલી પોલીસ દ્વારા એક સગીર વયના કિશોર પાસેથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી શહેરની શાંતિનગર સોસાયટી નજીક કરવામાં આવી હતી.પોલીસને શાંતિ નગર સોસાયટી ખાતે મણિભાઈના દવાખાના નજીક રોડ પર ભીડ એકત્ર થયાની માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચવામાં આવ્યું હતું. ત્યાં એક મોટરસાયકલ નીચે પડેલી હાલતમાં મળી આવી હતી તેમજ આસપાસ વિદેશી દારૂની બોટલો અને બિયરનાં ટીન વેરવિખેર પડેલા જોવા મળ્યા હતા.પોલીસે મોટરસાયકલ સવારને પકડી પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કુલ કિંમત રૂ. ૮,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આધાર કાર્ડની તપાસમાં તે સગીર હોવાનું પુષ્ટિ થતા પોલીસે દારૂનો જથ્થો તેમજ મોટરસાયકલ કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 