આજે રોજ દેલવાડા ગામે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત રામ નવમી શોભાયાત્રા તથા ધર્મ પ્રદર્શન નુ ડોર ટુ ડોર આમંત્રણ આપવા માટે બજરંગી યુવાનો 
સૌરાષ્ટ્રમાં ગ્રામ કક્ષાએ સૌથી વિરાટ શોભાયાત્રા ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના દેલવાડા ગામે યોજાય છે ત્યારે વિવિધ પ્રકારના કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવે છે જ્યારે શ્રી રામ નવમી ની પુર્વ સંધ્યાએ એટલે તારીખ 23/24/25/3/2026 યોજાતા કાર્યક્રમોમાં જેવા કે ધર્મ રક્ષા ના પ્રતિક એવા છત્રપતિ શિવાજી મહારાજ ના શૌર્ય અને પ્રેરણાદાયી જીવન
ચરિત્ર ના વિવિધ કાર્યક્રમો તથા મનોરંજન પ્રદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો નુ આયોજન કરાયું હોય તથા શોભાયાત્રા મા ગામ ના ઘરે ઘરે અક્ષત અર્પણ દ્રારા ભાવ ભર્યું આમંત્રણ આપવા બજરંગી યુવાનો ઘરે ઘરે ફરીને હિન્દુ સમાજ ને જાગૃત કરવા નુ ભગીરથ કાર્ય કરી રહ્યા છે આ બાબતે શ્રી રામ જન્મોત્સવ સમિતિ ના અસવિનભાઇ જયદિપ ભાઇ પાર્થ બાંભણિયા મહિર ભાઇ સહિત ના યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે તેમજ ગામ ના ગેટ ને વિવિધ આકૃતિઓ દ્રારા શણગાર કરવામાં આવ્યું છે 
આ લાખેણા તહેવાર માટે ગામ ના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 145600
Views Today : 