બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવ દિવસના બાળકની તસ્કરીનો ગુનો નોધી કુલ-૫ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી AHTU ટીમ
દરમ્યાન અ.હે.કો. વિક્રમસિંહ મંગળસિંહ નાઓને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે,ખેડબ્રહ્મા તાલુકાના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભીનાનો નવજાત બાળકોની તસ્કરી કરતો હોય જે ખેડબ્રમા મટોડા ગામ ખાતે આવવાનો હોય જેને શરીરે સફેદ કલરનો શર્ટ તથા કાળા કલરનો પેન્ટ પહેરેલ હોય જે ચોક્કસ બાતમી આધારે વોચ તપાસમાં હતા તે દરમ્યાન બાતમી હકીકતવાળો ઇસમ આવતા જેને કોર્ડન કરી પકડી પાડી જેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી બાળકોની વેચાણ બાબતે પુછતાં પોતે કબુલ કરેલ કે આજથી પંદરેક દિવસ પહેલા મેડી ગામના પરીવારનું તાજુ જન્મેલ બાળક અમદાવાદના ઈસમને રૂ.૨,૦૦,૦૦૦/-માં વેચેલ તેવી કબુલાત કરતાં તે દિશામાં પ્રાથમિક તપાસ કરતાં હકીકત સાચી જણાતાં સદર ઇસમ ને સાથે રાખીને વધુ તપાસ કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૬૦૨૬૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ૨૦૨૩ ની કલમ ૧૪૩(૪),૬૧(૨)(એ), ૫૪ મુજબનો દાખલ કરી કુલ-૫ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી બાળ તસ્કરીનો ભેદ ઉકેલવામાં A.H.T.U હિંમતનગર સાબરકાંઠા ટીમને સફળતા મળેલ છે.
અટક કરેલ આરોપીઓના નામ
(૧) માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી રહે. પોણાઈ તા.ખેડબ્રહ્મા જી-સાબરકાંઠા
(૨) સુવન ઉર્ફે સોવમ નાનજીભાઈ ડાભી રહે.દિગ્ધલી ઉપલુ ફળિયુ ખેડબ્રહ્મા તા.ખેડબ્રહ્મા
(૩) દેવજી ઉર્ફે દેવાભાઈ ગલાભાઈ પારધી રહે. પારધીફળો, મામરે તા.કોટડા છાવણી જી.ઉદેપુર (રાજસ્થાન)
(૪) લક્ષ્મણભાઈ અનાભાઈ ડાભી રહે. ડાભી ફળો, મેડી ગામ તા.કોટડા છાવણી જી.ઉદેપુર (રાજસ્થાન)
(૫) પ્રમોદભાઈ રાજારામ રાજવંશી (દરબાદ) રહે. સીટી ગોલ્ડ મોટેરા ઇન્દ્રનગર સોસયટીતા.જી.અમદાવાદ.







Total Users : 145600
Views Today : 