>
Monday, March 23, 2026

સાબરકાંઠા વનવિભાગ ધ્વારા આયોજિત તથા એડમ્સ નેચર રિટ્રીટ અને પ્રનિધી ટ્રસ્ટ ના સહયોગથી તારીખ 14 અને 15 માર્ચના રોજ પોળો જંગલ ખાતે પક્ષી ગણતરી અને ક્ષેત્ર અભ્યાસ (ફિલ્ડ સ્ટડી) અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા વનવિભાગ ધ્વારા આયોજિત તથા એડમ્સ નેચર રિટ્રીટ અને પ્રનિધી ટ્રસ્ટ ના સહયોગથી તારીખ 14 અને 15 માર્ચના રોજ પોળો જંગલ ખાતે પક્ષી ગણતરી અને ક્ષેત્ર અભ્યાસ (ફિલ્ડ સ્ટડી) અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં શાળા કૉલેજના વિધાર્થીઓ, વિષય નિષ્ણાતો, પક્ષી નિરીક્ષકો અને વન્યજીવ ફોટોગ્રાકર વિગેરે એ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત સાબરકાંઠા જિલ્લા માનદ વન્યજીવ સંરક્ષક શ્રી મયુર રાઠોડે કાર્યક્રમની રૂપરેખા, પોળો વનવિસ્તારમાં પક્ષીઓનું વૈવિધ્ય અને સંશોધનની જરૂરિયાત વિશે થી કરી હતી. પોળોમાં સર્વે માટે તૈયાર કરેલ 20 રૂટ વિશે અને તેની વિશેષતા વિશે જણાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા વન અધિકારી શ્રી પરેશભાઈ ચૌધરીએ વન્યજીવનું મહત્વ, વનવિભાગની સંરક્ષણ અંગેની પધ્ધતિઓ અને કાર્યપ્રણાલી, વનવિસ્તારમાં લોક જાગૃતિ વિગેરે વિષય પર રજૂઆત કરી હતી. સાબરકાંઠા જિલ્લા સહાયક વન સંરક્ષકશ્રી વનરાજસિંહ ચૌહાણ ધ્વારા વન્યજીવ અને લોકભાગીદારી થકી વન વિસ્તારના રક્ષણ, જંગલ, પક્ષીઓ અને વન્યજીવન ની વનવિભાગની સ્થાનિક કાર્યવાહી, પોળોનું વન્યજીવ રહેઠાણ માં મહત્વ વિશે જાણકારી આપી હતી.

હિંમતનગર જિલ્લા પંચાયતમાં સામેલ પ્રકૃતિ અને પક્ષીપ્રેમી શ્રીમતિ જીનલબેન પટેલ ધ્વારા પક્ષીઓનું વ્યક્તિગત જીવનમાં મહત્વ, પક્ષી સર્વેક્ષણ થકી મળેલ માહિતી આધારે પોલિસી મેકિંગ માં મહત્વ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતમાં ધોલવાણી પરીક્ષેત્ર વન અધિકારીશ્રી જયેન્દ્રસિંહ વાઘેલા એ આભારવિધિ કરી હતી.

કાર્યક્રમમાં રાત્રે પક્ષી વૈજ્ઞાનિક અને સંશોધક્ષશ્રી ડૉ. ધવલ વર્ગીયા ધ્વારા પક્ષી ગણતરી કરવાની શૈલીઓ, અભ્યાસ અને એકત્ર થયેલ માહિતી નું પૃથક્કરણ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, વિશે વિગતવાર ઓડિયો વિઝ્યુલ ધ્વારા શિબિરથીઓ અને પક્ષીનિરીક્ષકો ને માહિતી આપવામાં આવી હતી. બીજા દિવસે બપોર પછી તારીખ 15મી માર્ચના રોજ કાર્યક્રમના સમાપન વિધિમાં સહાયક વન સંરક્ષકશ્રી ધ્વારા પક્ષીનિરિક્ષક અને મદદરૂપ થનાર વનકર્મચારી ઓ ને પ્રમાણપત્રો થી અભિવાદન કરવામાં આવ્યું હતું. કુ નિરલ પટેલ અને કુ. યશ્વી પટના ધ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કુલ 50 શિબિરાર્થીઓ, 30 વન કર્મચારીઓ એ ભેગા થઇને સર્વે કર્યો. પોળોના 20 રૂટ ઝોન માં વહેચવામાં આવેલું.

આ બે દિવસીય પક્ષી સર્વે અને ફિલ્ડ સ્ટડી માં કુલ 128 પ્રજાતિના અંદાજે 12,800 પક્ષીઓ જોવા મળ્યા હતા. તેમાંથી 12 પ્રજાતિના 2,300 જેટલા ઋતુપ્રવાસી કે યાયાવર પક્ષીઓ હતા. પહેલવાન ચકલી જેને યેલો થ્રોટેડ સ્પેરો તરીકે ઓળખાય છે તેની વસ્તી પ્રમાણમાં વધુ મળી જે માળા બનાવવા માટે પોળોના જગલમાં એકત્ર થાય છે. આ સિવાય નિશાચર પક્ષીઓની 9 જાતો પણ નોંધાઈ હતી. શિકારી પક્ષીઓના માળા પણ જોવા મળ્યા હતા. અંતમાં ખાસ કે, પૃથ્વી પરથી નાશપ્રાયઃ થનાર ગીધ 3 પ્રજાતિના પક્ષીઓ નોંધાયા હતા. 23 જેટલા ગિરનારી ગીધ પોળોના ડુંગરમાં જોવા મળેલા, પોળો એ ગિરનારી ગીધ નું ઉત્તર ગુજરાતમાં એકમાત્ર આશ્રય સ્થાન છે અને ગુજરાતમાં માત્ર બે સ્થાનો એ ગિરનારી ગીધ કે ભારતીય ગીધ જોવા મળે છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores