>
Friday, March 27, 2026

વેરાવળ કોર્ટનો ફરાર આરોપી સામે જાહેર એલાન, 30 માર્ચે હાજર થવાનો આદેશ

વેરાવળ કોર્ટનો ફરાર આરોપી સામે જાહેર એલાન, 30 માર્ચે હાજર થવાનો આદેશ

 

ગીર સોમનાથ જિલ્લામાં નાણાકીય ગુનાના એક મહત્વપૂર્ણ કેસમાં જિલ્લા કોર્ટ વેરાવળ દ્વારા ફરાર આરોપી સામે જાહેર પ્રોક્લેમેશન બહાર પાડવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા આરોપીને નિર્ધારિત તારીખે હાજર થવા કડક આદેશ આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સંદીપકુમાર રાધાકૃષ્ણલાલ શ્રીવાસ્તવ (ઉંમર 34), નિવાસી નિકોલ, અમદાવાદ (મૂળ ઉત્તર પ્રદેશ), સામે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (GPID) એક્ટ, 2003 હેઠળ ગુનો નોંધાયેલ છે. આરોપી સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 406, 409, 420 અને 120B મુજબ ઠગાઈ, ભરોસાનો ભંગ અને કાવતરાના આરોપો લાગુ કરવામાં આવ્યા છે.

કેસની તપાસ દરમિયાન આરોપી પોલીસની પકડથી દૂર રહ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસ દ્વારા વોરંટ કાઢવામાં આવ્યા છતાં આરોપી હાજર ન થતા, કોર્ટએ તેને ફરાર જાહેર કરી જાહેર પ્રોક્લેમેશન (Proclamation) બહાર પાડ્યું છે.

આ પ્રોક્લેમેશન મુજબ આરોપીને 30 માર્ચ 2026ના રોજ જિલ્લા કોર્ટ વેરાવળમાં હાજર રહી પોતાના પક્ષમાં જવાબ આપવા આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટએ સ્પષ્ટ સૂચના આપી છે કે જો આરોપી નિર્ધારિત તારીખે હાજર નહીં રહે, તો તેના સામે કાયદેસરની વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

આ કાર્યવાહી ઊના પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરવામાં આવી છે, જેથી સામાન્ય જનતાને પણ આ બાબતની જાણ થાય અને આરોપી વિશે કોઈ માહિતી હોય તો પોલીસને મદદ મળી શકે.

 

રિપોર્ટર: ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores